Heavy rain forecast:દેશના અનેક ભાગોમાં હાલ મુશળધાર વરસાદ (rain)  વરસી રહ્યો છે.  ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આજે એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે  વિદર્ભમાં 12 સે.મી. થી 20 સે.મી. સુધી વરસાદની સંભાવના છે. તેને જોતા IMDએ મહારાષ્ટ્રના વિદર્ભમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. IMD એ પશ્ચિમ મધ્ય પ્રદેશ, આસામ, મેઘાલય, ગુજરાત અને મરાઠવાડામાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની (rain) આગાહી (forecast) કરી છે. IMD એ આ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.


IMD અનુસાર, આજે ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સૌરાષ્ટ્ર અને કચ્છ, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા, કોસ્ટલ કર્ણાટક, ઉત્તર આંતરિક કર્ણાટક, કેરળમાં વરસાદ પડી રહ્યો છે. છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ (7 સેમી) થઈ શકે છે. જ્યારે દિલ્હી અને NCR વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં આજે હવામાન સામાન્ય રીતે સ્વચ્છ રહેવાની ધારણા છે. હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આજે ભારે વરસાદની સંભાવના છે. IMDએ વિદર્ભમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે


તેલંગાણાના કેટલાક જિલ્લામાં આજે પણ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે. ..  અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે આજે રાજ્યભરની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરાઇ છે. NDRFની ટીમો ચેન્નાઈ અને ગુટુંરમાં સ્ટેન્ડ બાય રખાઇ છે.તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં મૂશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહે આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના મુખ્યમંત્રીઓ સાથે  વાતચીત કરી હતી.  કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદની ખાતરી આપી છે.


આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પૂર પ્રભાવિત વિસ્તારોની  સમીક્ષા કરી છે.  અધિકારીઓ સાથે બેઠક કરી ચંદ્રબાબુ નાયડુએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા તમામની મદદ કરવાનો ભરોસો  આપ્યો છે.વિજયવાડામાં વાગુ નદીમાં ઘોડાપુરથી આસપાસના વિસ્તારો  જળબંબાકાર થયા છે.  રહેણાંક વિસ્તારોમાં  કમર સુધી  પાણી ભરાયા છે. તો વાયએસઆર કોલોની જળમગ્ન થતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવી રહયાં છે


આંધ્ર પ્રદેશના વિજયવાડામાં પુલિચિંતલા ડેમ સંપૂર્ણ ભરાયો.. ડેમ છલોછલ થતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો વધ્યો છે. નીચાણવાળા વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના અપાઇ છે.  તેલંગાણાના વારંગલમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. શિવ નગરના અનેક રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. દુકાનો અને મકાનો પણ પૂરની ઝપેટમાં આવી ગયા છે.


મહબૂબાબાદમાં રેલ્વે ટ્રેક પર પાણી વધી ગયું હતું. કેટલાક ભાગોમાં નીચેની જમીન પણ સરકી ગઈ હતી... વિજયવાડાથી વારંગલ અને દિલ્હીથી વિજયવાડા સુધીની તમામ ટ્રેનો હાલ પુરતી અટકાવી દેવામાં આવી હતી


આસામના ગુવાહાટીમાં થોડા કલાકોના વરસાદે પ્રિમોનસૂન પ્લાનની પોલ ખોલી છે. વરસાદને કારણે શહેરના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


આ પણ વાંચો 


Rain Forecast:ગુજરાતના આ 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ