નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વેક્સીનેશનને લઈ કેંદ્ર સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. જે મુજબ હવે કોરોના સંક્રમણથી સાજા થયાના 3 મહિના બાદ જ વેક્સીન લાગશે. આ નિયમ બૂસ્ટર ડોઝમાં પણ લાગૂ થશે. કેંદ્ર સરકારે આ અંગે તમામ રાજ્યોને પત્ર લખી દિશા નિર્દેશ જાહેર કર્યા. જેમાં લખ્યું છે કે જે વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે તેમને સાજા થયાના 3 મહિના બાદ જ વેક્સીન આપવી.
નોંધનીય છે કે અત્યાર સુધી 160 કરોડ 53 લાખ લોકોને વેક્સીન અપાઈ ચુકી છે. જેમાં 18 વર્ષથી ઉપરના 88 કરોડ 25 લાખ લોકોને પ્રથમ ડોઝ જ્યારે 18 વર્ષથી ઉપરના 67 કરોડ 53 લાખ લોકને બંને ડોઝ અપાઈ ચુક્યા છે. જ્યારે 15થી 18 વર્ષના 3 કરોડ 96 લાખ તરુણોને પ્રથમ ડોઝ જ્યારે 68 લાખ 61 હજાર લોકોને બૂસ્ટર ડોઝ અપાઈ ચુક્યા છે.
કોરોનાને રોકવા ગુજરાત સરકારની નવી ગાઇડલાઇન
રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકારે નવી SOP જાહેર કરી છે. રાજ્યના 27 શહેરોમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે. રાજ્યના ૮ મહાનગરો અને બે શહેરો ઉપરાંત વધુ ૧૭ નગરોમાં રાત્રિ કરફયુનો અમલ કરાશે.
સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, વાંકાનેર, ધોરાજી, જેતપુર, અંકલેશ્વરમાં રાત્રિ કર્ફ્યૂ લાગૂ કરાયો છે. 29 જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂની ગાઈડલાઈન અમલમાં રહેશે. હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
Ahmedabad : યુવતી પ્રેમી સાથે માણતી હતી શરીરસુખ, અંગતપળોની પ્રેમીએ લીધી તસવીરો ને પછી તો.....
iPhoneની સાથે સાથે Apple આગામી વર્ષે લાવી રહ્યું છે iCar, જાણો નવા પ્રૉજેક્ટ વિશે...........