નવી દિલ્લીઃ છત્તીસગઢના મુખ્યમંત્રી રમનસિંહે બીજેપીના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી તરીકે રહીને નરેંદ્ર મોદી રેકૉર્ડ તોડી નાખ્યો છે. સોમવારે તેમણે સીએમ તરીકે 12230 દિવસ પુરા કરી દીધા છે. રમણસિંહની આ સિદ્ધિ માટે તેને કોઇ સાંસદે શુભેચ્છા આપી નથી.
રમણસિંહ સાત ડિસેમ્બર 2003માં છત્તીસગઢના મુખ્યમંત્રીના પદ માટે શપથ લીધા હતા. ત્યાર બાદની બે વિધાનસભાની ચુંટણીમાં પણ પાર્ટીએ તેમના નેતૃત્વમાં જીત મેળવી હતી. અને તેમને ફરી સીએમ બનાવવામાં આવ્યા હતા. સોમવારે તેમણે આ પદ 12 હજાર 230 દિવસ પુરા કર્યા છે. આ પહેલા બીજેપીના કોઇ મુખ્યમંત્રી આટલા દિવસો સુધી મુખ્યમંત્રી તરીકે નથી રહ્યા.
આ રેકૉર્ડ પહેલા નરેંદ્ર મોદીના નામે હતો. તેણે 7 ઓક્ટોબર 2001માં ગુજરાતના મુખ્યમંત્રી દરમિયાન શપથ લીધા હતા. પ્રધાનમંત્રી બન્યા ત્યાં સુધી 22 મે 2014 સુધી આ પદ પર રહ્યા હતા. એટલે કે, 12229 દિવસ