નવી દિલ્હીઃ સૈન્યના કથિત અત્યાચારોના વિરુદ્ધ લગભગ 16 વર્ષથી સતત અનશન પર રહીને સંધર્ષનો પર્યાય બની ચૂકેલી માનવ અધિકાર કાર્યકર્તા ઈરોમ શર્મિલા 9 ઓગસ્ટે ભૂખ હડતાલ પૂર્ણ કરશે. ઈરોમ શર્મિલા હવે મણિપુરમાંથી ચૂંટણી લડશે તેમજ લગ્ન કરવા માંગે છે. મણિપુરમાં 2017માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
42 વર્ષીય માનવ અધિકાર કાર્યકર્તા ઈરોમ શર્મિલાને ઘણાં વર્ષોથી જબરદસ્તીથી નાકમાં નાખવામાં આવેલી નળીની મદદથી ખવડાવવા અને જમાડવામાં આવે છે. ઈરોમ શર્મિલા વર્ષ 2000ના નવેમ્બર મહિનામાં સશસ્ત્ર બળ વિશેષ અધિકાર અધિનિયમ વિરુદ્ધ અનશન શરૂ કર્યા હતા. આ કલમ હેઠળ સેનાને મણિપુરમાં અતિરિક્ત શક્તિઓ મળેલી છે.
જોકે, ઈરોમ શર્મિલાએ અનશન શરૂ કર્યાના 10 દિવસ પહેલા કથિત રૂપથી અસમ રાઈફલ્સના સૈનિકોએ 10 લોકોને ગોળીઓ મારી મારી નાખ્યા હતા. જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.