માર્ચ મહિનામાં જ ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. દેશના ઘણા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે. જો કે દિલ્હીમાં એન્ટી સાયક્લોનિક સરક્યુલેશનને કારણે 19 થી 25 માર્ચ દરમિયાન તાપમાનમાં થોડો ઘટાડો થતાં હીટવેવમાંથી થોડી રાહત મળી. ઉત્તર અને મધ્ય ભારતમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહ્યું.


તાપમાન સામાન્ય કરતાં 3 થી 8 ડિગ્રી સેલ્સિયસ વધારે 


જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં તાપમાન સામાન્ય કરતા 3 થી 8 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાઈ રહ્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરામાં તાપમાન સામાન્ય કરતા 2 થી 6 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું.


માર્ચના મધ્યમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી 


માર્ચના મધ્યમાં દેશમાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચના અંત સુધીમાં ઉત્તર અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં તીવ્ર ગરમી પડશે અને હિટવેવનો પણ સામનો કરવો પડશે. પશ્ચિમ રાજસ્થાનમાં 28 થી 31 માર્ચ દરમિયાન મહત્તમ તાપમાન 42-44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે અને બપોરે 'લૂ' પડી શકે છે.


તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસથી 42 ડિગ્રી રહેશે


પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં દિવસનું તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસથી 42 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં રહેવાની શક્યતા છે. ગરમીની અસર હિમાલયના વિસ્તારોમાં પણ રહેશે. ખાસ કરીને શિવાલિક રેન્જમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે.


આ રાજ્યોમાં પણ તાપમનનો પારો ચઢશે


29 માર્ચ અને 2 એપ્રિલની વચ્ચે, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, તેલંગાણામાં તાપમાન સામાન્ય 5 ડિગ્રી કરતા 10 ડિગ્રી સેલ્સિયલ વધુ રહી શકે છે. તેમજ આ રાજ્યમાં હિટવેવની પણ સંભાવના છે.