નવી દિલ્હીઃ દિલ્હીમાં આજે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં મોટો ફેંસલો લેવામાં આવ્યો હતો. બેઠકમાં માનવ સંસાધન વિકાસ મંત્રાલય(HRD)નું નામ બદલીને શિક્ષા મંત્રાલય કરી દેવામાં આવ્યું છે. આ બેઠક દરમિયાન નવી શિક્ષણ નીતિને પણ મંજૂરી આપવામાં આવી છે. આ અંગે સરકાર તરફથી સાંજે ચાર વાગે કેબિનેટ બ્રીફિંગમાં જાણકારી આપવામાં આવશે.

થોડા સમય પહેલા માનવ સંસાધન વિકાસ મંત્રાલયે મંત્રાલયનું વર્તમાન નામ બદલીને શિક્ષણ મંત્રલાય કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. શિક્ષા નીતિને મંજૂરી મળ્યા બાદ હવે સમગ્ર રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ માટે એક જ રેગુલેટરી બોર્ડ હશે.





નવી શિક્ષા નીતિમાં સ્ટોરી, રંગમંચ, સામૂહિક પાઠ વાંચન, ચિત્રોનું પ્રદર્શન, લેખન કૌશલ્ય, ભાષા અને ગણિત પર ભાર આપાવમાં આવશે. નવી શિક્ષા નીતિથી દેશમાં ન માત્ર યુવાઓને શિક્ષણની નવી તકો મળશે પરંતુ રોજગારી પ્રાપ્ત કરવામાં સરળતા રહેશે.