નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર હાલમાં અનેક પ્રકારના અહેવાલો વાયરલ થઈ રહ્યા છે. ઘણી વખત લોકો માટે એ મુશ્કેલ થઈ જાય છે કે વાયરલ થઈ રહેલ અહેવાલ સાચો છે કે ખોટો અને આ જ કારણે તે પણ સમજ્યા વિચાર્યા વગર આ અહેવાલને શેર કરતા રહે છે. પરંતુ કોઈપણ વાયરલ થઈ રહેલ અહેવાલની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે જેથી લોકોમાં કોઈ ભ્રમ ન ફેલાય. હાલમાં જ એક અહેવાલ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, સમગ્ર દેશમાં સરકારી સ્કૂલોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. આ અહેવાલ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં પણ બતાવવામાં આવ્યો છે.


આ અહેવાલની તપાસ કરતાં ખબર પડી કે આ અહેવાલ બિલકુલ નકલી છે. જ્યારે સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયે પણ આ મામલે ખુલાસો કર્યો છે. સરકારના પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા એક ટ્વીટ કરીને આ અહેવાલને ફગાવી દેવામાં આવ્યો છે.

ટ્વીટમાં કહેવામાં આવ્યું છે. વાયરલ થઈ રહેલ મેસેજમાં જે દાવો કરવામાં આવ્યો છે કે ખોટા સમાચાર છે. સરકાર દ્વારા સરકારી સ્કૂલોના ખાનગીકરણને લઈને આવો કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી.