ગાંધીનગરઃ ગુજરાત સરકારે વહીવટી ક્ષેત્રે મોટો નિર્ણય લઈને રાજ્યના જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારી સ્તરના 28 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) અને તેની સમકક્ષ હોદ્દો ધરાવતા 28 અધિકારીઓની બદલી કરતાં રાજ્યના શિક્ષણ વર્તુળમાં મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. ગુજરાત સરકારે શા માટે આ નિર્ણય લેવો પડ્યો તેની ચર્ચા ચાલી રહી છે.






રૂપાણી સરકારે બદલીના આ દોરમાં રાજ્યના ચાર મોટો શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)ની બદલી કરી નથી. રાજ્યમાં ક્યા જિલ્લાના શિક્ષણાધિકારીને ક્યાં મૂકાયા તેની વિગતો નીચે પ્રમાણે છે.