નવી દિલ્હીઃ ભારતને બહુ જલ્દી બીજો સૌથી મોટો એક્સપ્રેસ-વે મળવાનો છે. નવો ગંગા એક્સપ્રેસ-વે 594 કિલોમીટર લાંબો હશે. જે ઉત્તરપ્રદેશના પશ્ચિમી ભાગને રાજ્યના પૂર્વીય ભાગ સાથે જોડશે. નવા એક્સપ્રેસ-વેનુ નિમાર્ણ આ વર્ષ સપ્ટેમ્બરમાં શરૂ થશે. આને લઇને યુપી રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે એક્સપ્રેસ-વે માટે 83 ટકા ભૂમિ અધિગ્રહણ પ્રક્રિયા પહેલાથી પુરી થઇ ચૂકી છે. વાહનોને માત્ર વિશિષ્ટ ટૉલ પ્લાઝાના માધ્યમથી એક્સપ્રેસ-વેમાં પ્રવેશ કરવા કે બહાર નીકળવાની અનુમતિ હશે. સાથે જ અહીં બે મુખ્ય ટૉલ પ્લાઝા હશે, જે મેરઠ અને પ્રયાગરાજમાં બનશે. 


ગંગા એક્સપ્રેસ-વે સાથે જોડાયેલી જરૂરી વાતો.....
ગંગા એક્સપ્રેસ-વેને લઇને મેરઠમાં એનએચ -334થી શરૂ થઇને પ્રયાગરાજ સુધી બનવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. 
આ પરિયોજનાથી લાભાન્વિત થનારા જિલ્લા છે મેરઠ, હાપુડ, બુલંદશહેર, અમરોહા, સંભલ, બદાયુ, શાહજહાંપુર, હરદોઇ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજ. વળી આ એક્સપ્રેસ-વે સાથે લગભગ 519 ગામડાંઓ જોડાશે. એક્સપ્રેસ-વેની મદદથી દિલ્હી પ્રયાગરાજની વચ્ચે યાત્રાના સમયને હાલ 10-11 કલાકથી ઘટાડીને ફક્ત 6-7 કલાક કરવાની આશા છે. વળી ટૉપ સ્પીડ 120 કિમી પ્રતિ કલાક નિર્ધારિત કરવામાં આવી છે, જે ભારતમાં ઉચ્ચત્તમ ગતિ માનવામાં આવે છે.
આ એક્સપ્રેસ-વે 06 લેનો બનશે અને તમામ સંરચનાઓનુ નિર્માણ 08 લેની પહોળાઇમાં કરવામાં આવશે. એક્સપ્રેસ વેની રાઇટ ઓફ વેની પહોળાઇ 120 મીટર પ્રસ્તાવિત કરવામાં આવી છે. 
એક્સપ્રેસ-વેના એક કિનારા પર 3.75 મીટર પહોળાઇના સર્વિસ રૉડનુ નિર્માણ કરવામાં આવશે, જેનાથી પરિયોજના ક્ષેત્રની આપસાસના ગામડાઓના રહેવાસીઓને સુગમ પરિવહન મળી શકે.
એક્સપ્રેસ-વે પર એક હવાઇ પટ્ટી પણ બનાવવામાં આવશે, જેનાથી ભારતીય વાયુ સેનાના વિમાન આપાત સ્થિતિમાં ઉતરી શકે, હવાઇ પટ્ટીનુ નિર્માણ સુલ્તાનપુર જિલ્લામાં કરવામાં આવશે.
આ પરિયોજનાનો ખર્ચ 36,000 કરોડ રૂપિયાથી વધુ હોવાની સંભાવના છે, અને આગામી 26 મહિનાઓમાં આ કામ પુરુ થવાની આશા છે.