નવી દિલ્લી: બીએસપી સુપ્રીમો માયાવતીએ ગુરુવારે પીએમ મોદી પર હુમલાવર અંદાજ ચાલૂ રાખતા નિશાન સાંધ્યું હતું. તેમને માંગ કરી છે કે નોટબંધી પર સંસદમાં પોતાનું નિવેદન આપે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી. સાથે તેમને એવું પણ કહ્યું કે નોટબંધી પર થયેલા તમામ સર્વે ખોટા અને પાયા વિહોણા છે. માયાવતીએ અન્ય મીડિયા ફર્મ અને પીએમ દ્વારા કરાયેલા તમામ સર્વે ખોટા જણાવતા કહ્યું કે જો ખરેખર નોટબંધી પર સાચી રીતે સર્વે કરાવવા માંગતા હોય તો લોકસભાને સ્થિગિત રાખીને ચૂંટણી કરાવે પીએમ નરેંદ્ર મોદી. બીએસપી સુપ્રીમો માયવાતીએ રાજ્યસભામાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર નોટબંધીને લઈને નિશાન સાંધ્યું હતું. તેમને પીએમ દ્વારા કરાયેલા તમામ સર્વે પર નિશાન સાંધ્યું હતું. રાજ્યસભામાં માયાવતીએ મોદી સરકાર પર 6 વાર કર્યા હતા. 1. પીએમે તૈયારી વગર આ નિર્ણય લીધો 2. નોટબંધીનો રસ્તો ખોટો 3. લોકસભાને ભંગ કરીને ચૂંટણી કરાવવામાં આવે.. 4. ચૂંટણીમાં હકીકત સામે આવી જશે. 5. 90 ટકા જનતા નોટબંધીના નિર્ણયથી દુખી.. 6. ચર્ચા દરમિયાન પીએમ સદનમાં હાજર રહે. માયાવતીનું નિવેદન પીએમ મોદી તરફથી એપ પર નોટબંધીના સર્વેમાં સરકારને મળેલા જબરદસ્ત સમર્થન પછી સામે આવ્યું છે. આ સર્વેમાં 90 ટકા લોકોએ પીએમના નોટબંધીના નિર્ણયને સમર્થન આપ્યું છે.