બ્રિટનમાં જોવા મળેલા કોરોનાના નવા વાયરસ કોવિડ-20 ને લઈ દુનિયામાં હાહાકાર મચી ગયો છે. ભારતમાં આ સંક્રમણ ન આવે તે માટે સરકાર પગલાં ભરી રહી છે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે યુકેમાંથી મળી આવેલાSARS-CoV-2 વાયરસના નવા સંસ્કરણના સંદર્ભમાં SOP જાહેર કરી છે.


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વાયરસના નવા સંસ્કરણના સંદર્ભમાં રોગચાળાના સર્વેલન્સ અને પ્રતિસાદ માટે એક પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયા જારી કરી છે. રાજ્ય સરકારે યુકેથી આવતા મુસાફરો માટે આરટી પીસીઆર પરીક્ષણ થાય તે સુનિશ્ચિત કરવા ઉપરાંત જો પોઝિટિવ રિપોર્ટ આવે તો spike gene-based RT-PCR test લેબમાંથી કરાવવા જણાવ્યુ છે.



જે યાત્રી પોઝિટિવ આવે છે તેમને ઇન્સ્ટિટ્યૂશનલ આઇસોલેશન ફેસેલિટીમાં અલગ અલાયદી વ્યવસ્થા અને તેના સેમ્પલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુના અથવા કોઇ લેબમાં મોકલીને genomic sequencing કરાવવા જણાવાયુ છે.

જો રિપોર્ટમાં સંક્રમણ વાળો વાયરસ કે જે ભારતમાં પહેલેથી જ છે, તો ભારતમાં ટ્રીટમેન્ટ પ્રોટોકોલ હેઠળ સારવાર થવી જોઈએ. જો ગંભીર નથી, તો સારવાર હોમ આઇસોલેસન અથવા ઉપલબ્ધ સુવિધાના સ્તરે થવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, genomic sequencingમાં જાણવા મળ્યું છે કે જો SARS-CoV-2 નવું વેરિઅન્ટ છે, તો દર્દી એક અલગ આઇસોલેશન યુનિટમાં રહેશે. પ્રોટોકોલ પ્રમાણે સારવાર કરાશે. પોઝિટિવ હોવાના 14 દિવસ બાદ ફરીથી આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. જો સેમ્પલ 14 માં દિવસે પણ પોઝિટિવ મળી આવે, તો આગળના સેમ્પલ ત્યાં સુધી લેવામાં આવે જ્યાં સુધી સતત 24 કલાકમાં લેવાયેલા સેમ્પલ નેગેટિવ ન આવે.

જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, તેઓને એરપોર્ટ પર જ ઘરે રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. સંબંધિત એરલાઇન્સ ખાતરી કરશે કે ચેક-ઇન કરતા પહેલા, પેસેન્જરને આ SOP વિશે સમજાવવામાં આવશે. આમ ભારત માં આ વાયરસ પ્રસરે નહિ તે માટે અગાઉ થી જ કેટલીક ગાઈડ લાઈન જાહેર કરી દેવામાં આવી છે.