બરેલા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા ગ્રીન સિટીમાં એક વિકૃત માનસીકતા ધરાવતા 50 વર્ષના આધાડે 11 જાન્યુઆરીના રોજ માદા શ્વાન સાથે દુષ્કર્મનો પ્રયત્ન કર્યો હતો. જેની જાણકારી મળતા જ પીપુલ ફોર એનીમલના કાર્યકર્તાઓના પ્રયત્નથી બરેલા પોલીલ સ્ટેશને આઈપીસી સેક્શન 377 અને પીસીએ 11 (1) અંતર્ગત કેસ નોંધાયો છે. હાલમાં તે જેલમાં છે.
બરેલા પોલીસ અનુસાર આધેડ ઘણાં લાંબા સમયથી માદા શ્વાન સાથે ખોટું કામ કરી રહ્યો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. પોલીસે આરોપી વિરૂદ્ધ સેક્શન 377 અને પીસીએ 11 અંતર્ગત કેસ નોંધ્યો છે. આ દરમિયાન પોલીસે એક સૂચના બહાર પાડીને લોકોને અપીલ કરી છે કે જો તેમને આ પ્રકારની કોઈ ઘટનાની જાણકારી મળે તો તરત જ પોલીસનો સંપર્ક કરે.