MadhyaPradesh : મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના એક ગામમાં એક કૂતરાના કરડવાથી એક ભેંસ અને તેના બચ્ચાનું મોત થયું હતું. આ સમાચાર ગામમાં પહોંચતા જ ત્યાંના રહેવાસીઓ ડરના માર્યા હડકવા વિરોધી ઈન્જેક્શન લેવા માટે હોસ્પિટલ ગયા, કારણ કે આ ભેંસના દૂધમાંથી બનેલી છાશનો ઉપયોગ મૃત્યુભોજમાં થયો  હતો.


આ મૃત્યુભોજમાં ગામ આખાએ ભોજન લીધું હતું. 25 જેટલા ગ્રામજનોને આ ઈન્જેક્શન આપવામાં આવ્યા છે, પરંતુ બાદમાં વહીવટી અધિકારીઓ અને ડોક્ટરોએ ગ્રામજનોને સમજાવ્યું કે દૂધ કે છાશથી હડકવા નથી થતો. ત્યારબાદ  જ ગ્રામજનો શાંત  થયા.


વહીવટીતંત્ર અને તબીબોની આ સમજાવટ બાદ રવિવારે આ ગામનો કોઈ વ્યક્તિ હડકવા વિરોધી ઈન્જેક્શન લેવા આવ્યો ન હતો. આ અંગે ડબરા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) પ્રદીપ શર્માએ રવિવારે જણાવ્યું કે આ ઘટના ત્રણ દિવસ પહેલા ગ્વાલિયર જિલ્લાના ડાબરા તાલુકાના ચાંદપુરા ગામમાં બની હતી.


આ ગામના એક ઘરમાં મૃત્યુની મૃત્યુભોજ રાખવામાં આવ્યો હતો, જેમાં ગામના લગભગ 700 લોકો ભોજન લેવા આવ્યા હતા. શર્માએ જણાવ્યું કે આ ભોજન સમારંભમાં જે દૂધમાંથી છાશ બનાવવામાં આવી હતી તે નજીકના ગામ પાલીનું હતું, જે દતિયા જિલ્લામાં છે.


શર્માએ જણાવ્યું કે સમાચાર આવ્યા કે જે ભેંસના દૂધના દહીંમાંથી છાશ બની હતી તે ભેંસ અને તેના બચ્ચાનું  પાગલ કૂતરાના કરડવાથી મોત થયું હતું. આ સાંભળીને ગ્રામજનો ડરી ગયા અને તરત જ બધા ડબરાની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. આ ગ્રામજનોને ડૉક્ટર પાસેથી હડકવા વિરોધી ઈન્જેક્શન લગાવવાની માગ  લાગ્યા. લગભગ 25 લોકોને ઈન્જેક્શન આપવામાં આવ્યું, ત્યારબાદ ડોક્ટરોએ ગ્રામજનો પાસેથી માહિતી લીધી, જે બાદ છાશ અને ભેંસની ઘટના સામે આવી.


શર્માએ જણાવ્યું કે, ગ્રામજનોને પહેલા ડોક્ટરોએ સમજાવ્યું હતું. જ્યારે તેઓ શાંત ન થયા, ત્યારે વહીવટી અધિકારીઓ પહોંચ્યા અને નિષ્ણાત ડોકટરોની એક ટીમ ગ્વાલિયરથી ડબરા આવી. દરેકે ગામલોકોને સમજાવ્યું કે દૂધ કે છાશ  પીવાથી પીવાથી હડકવા થતો નથી. ત્યરાબાદ જ ગામલોકો શાંત થયા.