આ વીડિયોને જોયા બાદ કોચ્ચિ પોલીસના સાઈબર ડોમે વિતેલા મહિને ફાતિમા વિરૂદ્ધ એક કેસ નોંધ્યો હતો. તેના પર બાળ જાતીય ગુના સંરક્ષણ અધિનિયમ, 2012 (પોક્સો કાયદા), સૂચના પ્રોદ્યોગિકી કાયદા, 2000 અને બાળ અપરાધ ન્યાય કાયદો, 2015ની જુદી જુદી કલમ અંતર્ગત દંડનીય અપરાધનો આરોપ લગાવ્યો હતો. કેરળ રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે પણ મહિલા વિરૂદ્ધ પોક્સો કાયદાની જુદી જુદી કલમમાં પોલીસને કેંસ નોંધવા માટે કહ્યું હતું.
કેરળ હાઈકોર્ટે પ્રથમ દૃષ્ટિએ આરોપને યોગ્ય માનતા રેહાનીની આગોતરા જામીનની માગ ફગાવી દીધી હતી. ત્યાર બાદ રેહાનાએ હાઈકોર્ટના આદેશને હવે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં રેહાનાએ કેટલાક સવાલ ઉઠાવ્યા છે.
1. શું કોઈ બાળક દ્વારા પોતાના માતાના શરીર પર પેન્ટિંગ કરવું અપરાધ ગણાશે?
2. શું નગ્મતાને કળાની આઝાદી ગણવામાં નહીં આવે?
3. જ્યારે બાળકો સાથે કોઈ સેક્સુઅલ એક્ટ નથી થયું તો આ અપરાધ કેવી રીતે હોઈ શકે?
4. શું બાળકોના આવા વીડિયો જેમાં કોઈ સેક્સુઅલ એક્ટ ન હોય તેને સોશિયલ મીડિયા પર મુકવો અપરાધ હોઈ શકે?
5. એક માતાના અડધા નગ્ન શરીરની પાસે બાળકોને જોઈને સેક્સુઅલ એક્ટ વિશે વિચારવું એક માનસિક વિકૃતી ન ગણાય?
આ સાથે જ રેહાનાએ કહ્યું કે, જો સુપ્રીમ કોર્ટ આ અરજીને સાંભળવા માટે સ્વીકારી લેશે તો નગ્નતા અને કળાની વચ્ચે ઉઠતા વિવાદોનું સમાધાન મળી શકે છે. રેહાના આ પહેલા કિસ ઓફ લવ પ્રોટેસ્ટ અને સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવાશને લઈને ચર્ચામાં આવી ચૂકી છે.