આજનો શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનના એ જ સ્થળ પર થશે જ્યાં 2014માં યોજાયો હતો. 2014માં પીએમ મોદીના શપથ સમારોહમાં 5 હજારથી વધારે લોકો સામેલ થયા હતા. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ સાર્ક ગ્રુપના દેશોને પોતાના શપથ સમારોહમાં બોલાવ્યા હતા. આ વખતે રાષ્ટ્રપતિના પ્રેસ સેક્રેટરીએ કહ્યું કે, 8 હજાર લોકો શપથ સમારોહમાં સામેલ થશે.
શપથ સમારોહમાં આવનાર મહેમાનોને રાષ્ટ્રપતિ ભવન તરફતી હાઈ ટી આપવામાં આવશે. તેમાં સમોસા, પનીરના ખાદ્ય પદાર્થ સાથે સ્વીટ પણ રહેશે. ત્યાર બાદ બિમ્સટેક ગ્રુપના દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાત્રે પ્રાઈવેટ ડિનરમાં આમંત્રિત કરશે. રાષ્ટ્રપતિના આ ડિનરમાં પીએમ મોદી પણ કેટલાક અધિકારીઓ સાથે સામેલ થશે.
રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવનાર પ્રાઈવેટ ડિનરમાં કુલ 35 વિશિષ્ટ અતિથિ સામેલ થશે. તેમના ભોજનમાં વેજ અને નોન વેજ બન્ને પ્રકારનું ભોજન પીરસવામાં આવશે. ફિશ અને ચિકનની વ્યવસ્થા નોન વેજવાળા લોકો માટે રહેશે અને પાલક અને અન્ય પ્રકારની શાકભાજીની વ્યવસ્થા વેજ લોકો માટે રહેશે.