Immune Boosting Herbs: કોરોના કાળમાં રોગપ્રતિકારક શક્તિ (Immunity Booster) વધારવા માટે લોકો જેટલા સજાગ પહેલા નહોતા તેટલા આજે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાની શ્રેષ્ઠ રીત ડાયટ છે. આહાર આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે, ઉપરાંત અનેક બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. મજબૂત ઈમ્યુનિટી શરદી, ઉધરસ અને વાયરલ ફ્લૂને (Viral Infection) દૂર રાખવાનું કામ કરે છે. પરંતુ જો ઈમ્યુનિટી નબળી હોય તો સંક્રમણનો ભોગ બનવાની શક્યતા વધારે રહે છે. આજે અમે તેમને એવી કેટલીક આયુર્વેદિક જડી બુટ્ટીઓ (Immune Boosting Herbs) અંગે જણાવવા જઈ રહ્યા છીએ, જેના સેવનથી તમે ઈમ્યુનિટી મજબૂત બનાવી શકો છો.
અશ્વગંધાઃ આ જડી બુટ્ટીને આયુર્વેદમાં ખૂબ લાભકારી માનવામાં આવે છે. તે ઈમ્યુનિટી મજબૂત બનાવવા માટે ખૂબ લાભકારી માનવામાં આવે છે. આ ઉપરાંત બેચેની તથા તણાવમાં પણ મદદગાર માનવામાં આવે છે.
ગિલોયઃ ગિલોય એન્ટી ઓક્સીડેંટસથી ભરપૂર હોય છે. જે બીમાર કરતાં વાયરસથી લડવામાં મદદ કરે છે. ગિલોયને ઈમ્યુનિટી માટે ખૂબ લાભકારી માનવામાં આવે છે.
આંબળાઃ આંબળાને સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી માનવામાં આવ્યું છે. આંબળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેમાં એન્ટી ઈન્ફલામેટ્રી ગુણ મળી આવે છે. આંબળાને ઈમ્યુનિટી વધારનારું માનવામાં આવે છે.
મરીઃ મરી એન્ટી ઓક્સીડેંટસથી ભરપૂર હોય છે અને તેમાં એન્ટી માઇક્રોબિયલ તથા ગેસ્ટ્રોપ્રોટેક્ટિવ ગુણ હો છે. જે ઈમ્યુનિટીને વધારવામાં મદદગાર માનવામાં આવે છે.
અમદાવાદમાં હોસ્પિટલમાં દાખલ થવા હવે 108ની નહીં પડે જરૂર, જાણો સરકારે શું કર્યો મોટો નિર્ણય
18 વર્ષથી વધુ વયના લોકોને વેક્સીન આપવાની રજિસ્ટ્રેશનની સાઇટ ગણતરી મિનિટોમાં જ ક્રેશ
રાજ્યના આ શહેરમાં વરરાજાએ લગ્નના દિવસે પણ પીઠી ચોળેલી અવસ્થામાં સ્મશાનમાં બજાવી ફરજ
Goa Lockdown: ભાજપ શાસિત વધુ એક રાજ્યમાં આવતીકાલથી લોકડાઉન, જાણો વિગત