પણજીઃ દેશમાં કોરોના બેકાબૂ છે. છેલ્લા એક સપ્તાહથી દેશમાં રોજ 3 લાખથી વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના કહેરને ઓછો કરવા માટે દેશના અનેક રાજ્યોમાં લોકડાઉન (Lockdown) જેવા કડક નિયંત્રણો લગાવવામાં આવ્યા છે. દેશમાં કોરોનાથી જીવ ગુમાવનારાઓની સંખ્યા વધીને 2 લાખને પાર કરી ગઈ છે ત્યારે ગોવામાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે, રાજ્યમાં 29 એપ્રિલ સાંજે 7 કલાકથી 3 મે સવાર સુધી લોકડાઉન રહેશે. જરૂરી સેવાઓ અને ઔદ્યોગિક ગતિવિધિઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેશે. કેસિનો, હોટલ અને પબ બંધ રહેશે. જરૂરી સેવાઓ માટે બોર્ડર ખુલી રહેશે.
આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ મુજબ, ગોવામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 16,591 છે. જ્યારે 64,231 લોકો કોરનાને મ્હાત આપી ચુક્યા છે. આ પહેલા ભાજપ શાસિત કર્ણાટક પણ લોકડાઉનની જાહેરાત કરી ચુક્યું છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,60,960 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3293 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,61,162 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 79 લાખ 97 હજાર 267
કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 48 લાખ 17 હજાર 371
કુલ એક્ટિવ કેસ - 29 લાખ 78 હજાર 709
કુલ મોત - 2 લાખ 01 હજાર 709
14 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 14 કરોડ 78 લાખ 27 હજાર 367 ડોઝ આપવામાં આવ્યા છે.
આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.
અમદાવાદમાં હોસ્પિટલમાં દાખલ થવા હવે 108ની નહીં પડે જરૂર, જાણો સરકારે શું કર્યો મોટો નિર્ણય
Coronavirus: ભારત કરતાં કયા દેશોમાં બે લાખથી વધુ લોકોના કોરોનાથી થયા છે મોત ?
India Lockdown: ગુજરાત સહિત દેશના 150 જિલ્લામાં લાગશે લોકડાઉન, જાણો વિગતે