રાજ્યના આ શહેરમાં વરરાજાએ લગ્નના દિવસે પણ પીઠી ચોળેલી અવસ્થામાં સ્મશાનમાં બજાવી ફરજ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Apr 2021 04:14 PM (IST)
1
વલસાડઃ રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબુ બન્યું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી રોજના 14 હજારથી વધારે કેસ નોંધાઈ રહ્ય છે. તેમાં પણ સૌથી વધુ ખરાબ હાલત અમદાવાદ, સુરતની છે. આ દરમિયાન વલસાડના પારડીથી અનોખો કિસ્સો સામે આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પારડી સ્મશાન ગૃહના કર્મચારી ગૌરવ પટેલે તેના લગ્નના દિવસે પણ પીઠી ચોળેલી અવસ્થામાં સ્મશાનમાં ફરજ બજાવી હતી. લગ્નની પીઠી વાળા વસ્ત્રોમાં મૃતદેહોને અગ્નિ સંસ્કાર કર્યા હતા અને તે બાદ લગ્ન વિધિમાં જોડાયો હતો.
3
વલસાડ જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2900 પર પહોંચી છે, જેમાંથી 905 એક્ટિવ કેસ છે અને 225 લોકોના મોત થયા છે. જ્યારે 1770 દર્દી કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
4
પારડીના સ્મશાનના કર્મચારી ગૌરવ પટેલની ફરજ પ્રત્યેની નિષ્ઠાને લોકો સલામ કરી રહ્યા છે.