Earthquake in Ladakh: નવા વર્ષના પ્રથમ દિવસે ભારતમાં સાંજે 6 વાગ્યે ફરી એક વખત ભૂકંપ  (Earthquake) આવ્યો છે. આ વખતે લદ્દાખમાં ભૂકંપનો આંચકો આવ્યો છે. ભૂકંપનું કેંદ્ર કારગીલથી 250 કિમી દૂર હતું. નેશનલ સેન્ટર ફોર સીમ્સોલોજી (National center for seismology) તરફથી જણાવાયું કે ભૂકંપની તીવ્રતા 4.6 હતી. અતયાર સુધીમાં કોઈ જાન માલની નુકસાનીના સમાચાર નથી. 


લદ્દાખનો મોટાભાગનો વિસ્તાર પર્વતીય છે, તેથી ખતરાની સંભાવના પણ વધારે છે. જો કે ભૂકંપના આંચકાને કારણે જાન-માલના કોઈ નુકસાનના સમાચાર નથી. કહેવામાં આવી રહ્યું છે કે જે જગ્યાએ ભૂકંપનું કેન્દ્ર હતું તે કારગિલથી 250 કિમી દૂર છે.


ભૂકંપનું કેન્દ્ર જમીનથી 150 કિમી નીચે હતું


નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી અનુસાર, ભૂકંપની ઊંડાઈ જમીનથી 150 કિમી નીચે હતી. કેન્દ્રની માહિતીમાં એવું કહેવામાં આવ્યું હતું કે લદ્દાખમાં 1 જાન્યુઆરી, રવિવારે સાંજે 6:32:57 કલાકે ભૂકંપ આવ્યો હતો. કારગીલના સ્થાનિક રહેવાસીઓએ તેના આંચકા અનુભવ્યા.


નેશનલ કેપિટલ રિજનમાં પણ ધરતી ધ્રૂજી ઉઠી હતી


લદ્દાખ પહેલા આજે (01-01-2023) દેશમાં વધુ બે સ્થળોએ ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, હરિયાણાના ઝજ્જરના ઉત્તર-પશ્ચિમમાં રવિવારે (01-01-2023) સવારે 1:19 વાગ્યે ભૂકંપ આવ્યો હતો, જેની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી.


કેન્દ્રમાંથી મળેલા રીડિંગ મુજબ દિલ્હી-NCRમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 હતી. જેના કારણે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ધરતી ધ્રૂજી ઉઠી હતી. જે બાદ બંગાળની ખાડીમાં સવારે 11 વાગે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી.