ફેક્ટ ચેક 
નિર્ણય [ખોટો દાવો]


બીબીસીનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે 2019ની લોકસભા ચૂંટણીના પરિણામોનો છે, 2024ની લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલનો નથી.


દાવો શું છે ?


સોશિયલ મીડિયા પર બીબીસીનો એક વીડિયો   વાયરલ થઈ રહ્યો છે જેમાં  લોકસભા ચૂંટણીમાં ભાજપને 347, કોંગ્રેસને 87, જ્યારે અન્ય પાર્ટીઓને  108 બેઠકો મળતી જોવા મળી રહી છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લોકસભા ચૂંટણી 2024નો એક્ઝિટ પોલ છે, જેમાં મોટા માર્જિનથી ભાજપને બહુમતીનો આંકડો પાર કરતી બતાવવામાં આવી છે.



વિડીયોમાં,  એન્કર અંગ્રેજીમાં કહે છે, જેનો હિન્દી અનુવાદ છે - "થોડી મિનિટો પહેલા સુધી ભાજપ અને તેના સહયોગીઓ 347 સીટો પર આગળ ચાલી રહ્યા હતા. સ્પષ્ટ બહુમત. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને તેના સહયોગીઓ 87 સીટો પર પાછળ ચાલી રહ્યા હતા." વીડિયો પર લખવામાં આવ્યું છે - " સત્યનાશ થાય બીબીસી તમારુ તમારા જેવા ચમચા સપનામાં પણ રાહુલને પીએમ નહી બનવા દો. ઓછામાં ઓછા 4 જૂન સુધી તો આનંદ માણવા દિધો હોત."


ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2024 માટે છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થવાનું છે, જ્યારે પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે.



એક્સ(પહેલા ટ્વિટર) પર વિડિયો પોસ્ટ કરી એક  યૂઝરે કેપ્શન આપ્યું, હવે તો બીબીસીએ પણ મોદીજીને 347 સીટો આપી દિધી છે. 4 જૂન સુધી તો મજા કરવા દિધી હોત ભાઈ. પોસ્ટને અત્યાર સુદીમાં 45,000 થી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. આવા જ દાવો સાથે શેર કરવામાં આવેલી અન્ય પોસ્ટ અ સમાન દાવાઓ સાથે શેર કરેલી અન્ય પોસ્ટ અહીં, અહીં, અહીં અને અહીં  જોઈ શકાય છે.



                                     વાયરલ પોસ્ટ્સના સ્ક્રીનશૉટ  (સોર્સ: એક્સ/સ્ક્રીનશૉટ)


જો કે, અમારી તપાસમાં સામે આવ્યું છે કે વાયરલ થઈ રહેલો બીબીસીનો વીડિયો લોકસભા ચૂંટણી 2024ના એક્ઝિટ પોલનો નથી, પરંતુ 2019ની લોકસભા ચૂંટણીના પરિણામોનો છે. 


અમે સત્યની તપાસ કઈ રીતે કરી ?


અમે સંબંધિત કીવર્ડ્સ દ્વારા તપાસ કરી, તો  અમને મે  23, 2019 નો આધિકારીક બીબીસી ન્યૂઝ યૂટ્યૂબ ચેનલ (આર્કાઈવ અહીં) પર વાયરલ વીડિયોનું ફુલ  વર્ઝન મળ્યું, જેનું શીર્ષક હતું, "ભારતના ચૂંટણી પરિણામો 2019: નરેન્દ્ર મોદીની મોટી જીત."



અમને જાણવા મળ્યું કે વાયરલ વીડિયોનો એક ભાગ વીડિયોની શરૂઆતમાં ત્રણ-સેકન્ડના સમયગાળામાં હાજર છે. બીબીસી એન્કર વિડિયોની શરૂઆત એમ કહીને કરે છે, "આવો અત્યાર સુધીના પરિણામો પર નજર કરીએ. થોડી મીનિટો પહેલા સુધી ભાજપ અને તેના સહયોગીઓ 347 બેઠકો પર આગળ ચાલી રહ્યા હતા. સ્પષ્ટ બહુમત. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને તેના સાથી પક્ષો 87 બેઠકો પર પાછળ ચાલી રહ્યા હતા અને અન્ય પક્ષો   આ વિશાળ દેશમાં ઘણા પ્રાદેશિક અને સ્થાનિક પક્ષો છે, જેમની પાસે 108 બેઠકો છે.  હવે આ આંશિક પરિણામોએ નરેંદ્ર મોદી ને અપેક્ષા મુજબની મોટી લીડ આપી છે. જેની તેમણે આશા વ્યક્ત કરી હતી. તે આગળ કહે છે,  " હાલ પૂરા પરિણામોની પુષ્ટિ ઘણા કલાકો સુધી નહીં થાય, અમે  નિશ્ચિત રુપથી એ તમામને તમારી સામે લાવશુ, જ્યારે તે આવશે." આ ભાગ 50 સેકન્ડના સમયગાળા માટે જોઈ શકાય છે.


તેનાથી આ સ્પષ્ટ થઈ ગયું કે તેમાં 2019ની લોકસભા ચૂંટણીના પરિણામો બતાવવામાં આવ્યા છે અને તેનો વર્તમાન લોકસભા ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી.


ભારતમાં લોકપ્રતિનિધિત્વ અધિનિયમ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ  (આરપી એક્ટ) 1951ની કલમ 126એ હેઠળ એક્ઝિટ પોલનું પ્રસારણ 19 એપ્રિલના  સવારે 7 વાગ્યાથી 1 જૂનના રોજ સાંજે 6:30 વાગ્યા સુધી પ્રતિબંધિત છે.



જણાવી દઈએ કે 2019ની લોકસભા ચૂંટણીના પરિણામો  23 મે   ના રોજ જાહેર થયા હતા, જેમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધનને 353 બેઠકો,  જ્યારે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએ ગઠબંધનને 90 બેઠકો મળી હતી. સપા, બસપા અને આરએલડીના મહાગઠબંધનને 15 બેઠકો અને અન્ય પક્ષોએ 84 બેઠકો જીતી હતી.



નિર્ણય


સોશિયલ મીડિયા યૂઝર્સનો આ દાવો કે બીબીસી વિડિયોમાં લોકસભા ચૂંટણી 2024ના એક્ઝિટ પોલ  બતાવવામાં આવ્યો જેમાં  ભાજપને 347 સીટો મળી રહી છે, તે ખોટો છે, આ વીડિયો  2019ની લોકસભા લોકસભા ચૂંટણી  ચૂંટણીના પરિણામોનો છે. એટલે અમે વાયરલ દાવાને ખોટા ગણીએ છીએ. 



ડિસ્ક્લેમર: આ રિપોર્ટ પહેલા logicallyfacts.com  પર છપાઈ હતી. સ્પેશ્યલ અરેન્જમેન્ટ સાથે આ સ્ટોરીને એબીપી લાઈવ અસ્મિતામાં રિપબ્લિશ કરવામાં આવી છે. એબીપી અસ્મિતાએ હેડલાઈન સિવાય રિપોર્ટમાં કોઈ બદલાવ કર્યો નથી.