માત્ર એક સેકન્ડમાં બૉડી ટેમ્પરેચર માપશે આ ટચલેસ થર્મલ સ્કેનર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Jun 2020 07:10 PM (IST)
આ સ્કેનરની મદદથી અનેક લોકોનું સ્કેનિંગ માત્ર થોડીક જ મિનિટોમાં જ માપી શકાશે. કંપનીનો દાવો છે કે, તેને લોન્ચ કર્યા બાદ તેની માંગમાં ખૂબ વધી રહી છે.
પ્રતિકાત્મક તસ્વીર
નવી દિલ્હી: દેશનું પ્રથમ ઈન્ફ્રા રેડ ટચલેસ થર્મલ સ્કેનર ભારતીય બજારમાં આવી ગયું છે. આ સ્કેનરની મદદથી માત્ર એક સેકન્ડમાં કોઈ પણ વ્યક્તિના બોડી ટેમ્પરેચર માપી શકાશે. એટલે આ સ્કેનરની મદદથી મોટી સંખ્યામાં લોકોનું સ્કેનિંગ માત્ર થોડીક જ મિનિટોમાં શક્ય બનશે. કેવી રીતે કરશે કામ ? NUOS હોમ ઓટોમેશન ટચલેશ ઈન્ફ્રા રેડ થર્મલ સ્કેનરને સરળતાથી દીવાલ પર લગાવી શકાય છે. તેના બાદ જે પણ વ્યક્તિ આ સ્કેનરની 5 ઈંચ નજીક પહોંચશે તેનું તાપમાન જણાવી દેશે. જો શરીરનું તાપમાન સામાન્ય છે તો માત્ર 1 સેકન્ડમાં આ ઉપકરણમાં લાઈટ થશે. જો તાપમાન વધારે હશે તો કેટલીક સેકન્ડમાં જ આ ઉપકરણ રેડ લાઈટ બતાવશે અને બીપ કરવા લાગશે. NUOS હોમ ઓટોમેશને તેને ભારતીય બજારમાં લોન્ચ કર્યું છે અને તેની કિંમત 13,999 રૂપિયા રાખવામાં આવી છે.