નવી દિલ્હી: તબ્લીગી જમાતની ગતિવિધિઓ સાથે જોડાયેલા 2200થી વધુ વિદેશી નાગરિકોને ભારત પ્રવાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર આ નાગરિકો પર 10 વર્ષ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના સૂત્રો અનુસાર આ વિદેશી નાગરિકોને પર અગાઉથી જ બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા.


આ પહેલા દિલ્હી પોલીસે આ વિદેશી નાગરિકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ અનુસાર, આ તમામ આરોપીઓએ વીઝા કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું. તેથી સરકારે આ તમામ આરોપીઓના વીઝા રદ કરી તેમને બ્લેલિસ્ટ પણ કર્યા હતા. આરોપીઓ વિરુદ્ધ મહામારી અધિનિયમ તોડવા સહિત અન્ય તમામ ગંભીર ધારાઓમાં લગાવવામાં આવી છે. આરોપીઓ પર ચાર્જશીટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમણે દેશમાં મહામારી ફેલાવવા જેવું કૃત્ય કરુ, જેના કારણે તમામ બેકસૂર લોકો પ્રભાવિત થયા.



ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાયરસ સંક્રમણ વચ્ચે દિલ્હીના નિજામુદ્દીનમાં તબ્લીગી જમાતના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. જેના કારણે અન્ય લોકોમાં પણ કોરોના વાયરસ મોટી સંખ્યામાં ફેલાયો હતો.