આ પહેલા 26 જૂને સુરક્ષાદળો દ્વારા ત્રાલમાં એક અથડામણમાં ત્રણ આંતકીઓને ઠાર માર્યા હતા. સુરક્ષાદળોએ જમ્મુ-કાશ્મીર પોલીસને ચેવા ઉલાર ગામમાં આંતકીઓની હાજરી હોવાની બાતમી મળ્ય બાદ આ અથડામણ થઇ હતી.
જમ્મુ-કાશ્મીર પોલીસે શુક્રવારે દાવો કર્યો હતો કે પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં હિઝબૂલ મુઝાહિદ્દીનના આંતકીઓની હવે કોઇ હોઇ હાજરી નથી. 1989માં ઘાટીમાં આંતકીના ફેલાવવા બાદ આવુ પહેલીવાર થયુ છે. દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ત્રાલના ચેલા ઉલાર વિસ્તારમાં સુરક્ષાદળોની સાથે આખી રાત દરમિયાન થયેલી અથડામણમાં ત્રણ આંતકીઓ ઠાર મરાયા બાદ પોલીસે આ દાવો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં આંતકીઓ ફેલાયેલા હોવાની સેનાને બાતમી મળી છે. આ આંતકીઓ હિઝબૂલના હોવાની શંકા છે.