પ્રાપ્ત વિગત પ્રમાણે, ભારતીય સુરક્ષાદળોને બાતમી મળી હતી કે કેટલાક આતંકીઓ પુલવામાના જદુરા વિસ્તારમાં છૂપાયેલા છે. આ આતંકીઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં છે. બાતમીના આધારે સુરક્ષાદળોએ સ્થાનિક પોલીસને સાથે રાખીને આખા વિસ્તારની ઘેરાબંધી કરી લીધી હતી. આ દરમિયાન એક ઘરમાં આતંકી ગતિવિધિ જોવા મળી હતી.
જે બાદમાં સુરક્ષાદળોએ આતંકીઓને હથિયાર ફેંકીને બહાર આવવાનું કહ્યું હતું. જે બાદમાં આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબમાં ભારતીય સુરક્ષાદળોએ પણ ફાયરિંગ કર્યું હતું. અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે ત્રણ આતંકીને ઠાર કરી દેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં હજુ પણ આતંકીઓ છૂપાયા હોવાની સંભાવના હોવાથી સુરક્ષાદળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. શુક્રવારે સુરક્ષાધલોએ શોપિયામાં ચાર આતંકીને ઠાર કર્યા હતા.