નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર લિક્વિડ ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શનિવારે સાંજે તેઓ દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં પદયાત્રા કરી રહ્યા હતા. ત્યારે એક અજાણ્યો વ્યક્તિ તેમની વચ્ચે ઘુસી ગયો અને તેમના પર પ્રવાહી જેવું કંઈક ફેંકવાનો પ્રયાસ કર્યો. અરવિંદ કેજરીવાલ પાસે ઉભેલા સુરક્ષાકર્મીઓએ તે વ્યક્તિને પકડી લીધો હતો. વ્યક્તિને ગંભીર રીતે મારવામાં આવ્યો હતો.
હજુ સુધી આરોપીની ઓળખ થઈ શકી નથી
અરવિંદ કેજરીવાલ પર પ્રવાહી ફેંકનાર આરોપીની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. કેજરીવાલની સુરક્ષા માટે તૈનાત જવાનોએ તરત જ આરોપીને પકડી લીધો હતો. સુરક્ષાકર્મીઓએ તેના હાથમાં રહેલું પ્રવાહી પણ છીનવી લીધું હતું. આ પછી સુરક્ષાકર્મીઓએ તેને માર મારવાનું શરૂ કર્યું.
પોલીસ તપાસમાં જોડાઈ હતી
આ પછી સુરક્ષાકર્મીઓએ આરોપીને વધુ પૂછપરછ માટે પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ અધિકારીઓ અરવિંદ કેજરીવાલ પર આ પ્રકારના હુમલાની તપાસ કરી રહ્યા છે.
પૂર્વ સીએમની સુરક્ષામાં ક્ષતિ જોવા મળી હતી
આ સમગ્ર મામલામાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી. જોકે, આ ઘટનાએ જાહેર પ્રચાર દરમિયાન પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલની સુરક્ષાને લઈને ચિંતા વધારી દિધી છે. આ પહેલા પણ પૂર્વ સીએમ પર ઘણી વખત હુમલા થઈ ચૂક્યા છે.
દિલ્હીમાં પદયાત્રા કરી રહ્યા છે પૂર્વ મુખ્યમંત્રી
તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ પર આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે તેઓ આગામી વિધાનસભા ચૂંટણી પહેલા જનતા સાથે જોડાવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ દિલ્હીના વિવિધ વિસ્તારોમાં પદયાત્રા કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ દિલ્હીના લોકોને મળી રહ્યા છે અને તેમની સમસ્યાઓ સાંભળી રહ્યા છે.
આગામી 72 કલાક આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી