હરિયાણા: ભાજપે ટિક ટોક સ્ટારને આપી ટિકિટ, આદમપુરથી લડશે ચૂંટણી, જાણો વિગત
abpasmita.in | 03 Oct 2019 05:20 PM (IST)
સોનાલી ફોગાટના ટિક ટોક પર એક લાખથી વધારે ફોલોઅર્સ છે.
નવી દિલ્હી: હરિયાણામાં ટિક-ટોક સ્ટારની ચૂંટણી મેદાનમાં એન્ટ્રી થઈ રહી છે. હરિયાણાથી ભાજપે સોનાલી ફોગાટને મેદાનમાં ઉતારી છે. ભાજપે સોનાલી ફોગાટને પૂર્વ સીએમ ભજનલાલના પુત્ર અને પૂર્વ સાસંદ કુલદીપ બિશ્નોઈ સામે આદમપુર બેઠક પરથી ટિકિટ આપી છે. સોનાલી ફોગાટના ટિક ટોક પર એક લાખથી વધારે ફોલોઅર્સ છે. જાણકારી મુજબ રાજકારણમાં આવતા પહેલા સોનાલી એક્ટ્રેસ હતી અને કેટલીક સીરિયલમાં કામ પણ કર્યું છે. ટિક ટોક પર વીડિયો બનાવવાનો શોખ રાખતી સોનાલી ફોગાટના ટિક ટોક પર ફોલોઅર્સમાં સતત વધારો થઈ રહ્યો છે. હિંસાર જિલ્લામાં આવતી આદમપુર વિધાનસભા બેઠક ભજનલાલ પરિવારનો ગઢ છે. ભજનલાલ પરિવારના કોઈ સભ્યને આદમપુર વિધાનસભા બેઠક પર ક્યારેટ પણ હારનો સામનો નથી કરવો પડ્યો. કુલદીપ બિશ્નોઈ ત્રણ વખત આ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2014માં પણ કુલદીપ બિશ્નોઈ આ બેઠક પરથી જીત મેળવવામાં સફળ થયા હતા.