નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્ધારા પાસ કરવામાં આવેલા ત્રણેય કૃષિ કાયદાઓ મોદી સરકારે પાછા ખેંચી લીધા છે ત્યારે એક દિવસ અગાઉ ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરી રહેલા કિસાન યુનિયન નેતા રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ટિકૈતે ધમકી આપી હતી કે 22 નવેમ્બરના રોજ લખનઉમાં યોજાનારી કિસાન મહાપંચાયતમાં કોઇ પણ પ્રકારનું વિઘ્ન આવશે તો તે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશમાં પગ મુકવા નહી દે.


ગઢ મુક્તેશ્વરના કાર્તિક મેળામાં ભાગ લેવા પહોંચેલા ટિકૈતે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપને પસંદ કરવો એક ભૂલ હતી. ઉત્તર પ્રદેશના લોકોએ કમળના ફૂલને ખત્મ કરી દેવું જોઇએ. ટિકૈતે ‘એક ભૂલ, કમલ કા ફૂલ’નો નારો આપ્યો હતો. તેમણે કહ્યું કે લોકોએ ફરીથી ભાજપને મત આપવાની ભૂલ કરવી જોઇએ નહીં.


પોતાના સમર્થકોની સાથે કાર્તિક મેળામાં પહોચેલા ટિકૈતે મેળા સમારોહના મંચનો ઉપયોગ પોતાની રાજકીય મહત્વાકાંક્ષાઓને પોષવા માટે કર્યો હતો. તેમણે મંચ પરથી ભડકાઉ ભાષણ આપ્યું હતું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે પોતાની રાજનીતિ ચમકાવવા માટે તે કાર્તિક મેળાનો ઉપયોગ કેમ કરી રહ્યા છે તો તેમણે કહ્યું કે હું રાજનીતિ અંગે બીજી કઇ જગ્યાએ વાત કરીશ. જો મે રાજકીય નિવેદન આપ્યું હોય તો મારા વિરુદ્ધ કેસ કરવા માટે તમે સ્વતંત્ર છો. જો કોઇ રાજકીય નિવેદન સાંભળવા નથી માંગતું તો તે અમારી બેઠકોમાં કેમ આવે છે. નોંધનીય છે કે કાર્તિક મેળો પ્રસિદ્ધ મેળો છે જ્યાં મોટી સંખ્યામાં પશ્વિમ ઉત્તર પ્રદેશથી લોકો પહોંચે છે.


ગુજરાતમાં કોરોનાના મૃતકોના પરિવારને વળતર મુદ્દે પડતી હાલાકીથી સુપ્રીમ કોર્ટ નારાજ


કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર,  રાજ્યમાં જાણો કેટલા કલાક કમોસમી વરસાદની કરાઈ  આગાહી ? 


ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણ અને રાત્રિ કર્ફ્યુ મુદ્દે આરોગ્ય મંત્રીએ શું આપ્યું મોટું નિવેદન?