નવી દિલ્હી: ભારતમાં છેલ્લા ઘણા સમયથી ટિકટોક (TikTok) એપ સૌથી વધુ ચર્ચામાં રહી છે. વધુ પડતા કેસમાં આ એપ નકારાત્મક કારણોને કારણે ચર્ચામાં રહી છે. ક્યારેક એસિડ એટેકને યોગ્ય ગણાવતા વીડિયો, તો ક્યારેક બળાત્કારની સામાન્ય ઘટના તરીકે રજૂ કરતા વીડિયોના કારણે ટિકટોક સતત લોકોના નિશાના પર રહી છે. યૂટ્યૂબ કન્ટેન્ટ ક્રિએટર્સ અને ટિકટોકના ક્રિએટર્સ વચ્ચે પણ જોરદાર બબાલ થઈ હતી. ત્યારબાદ આ એપને દેશમાં બેન કરવાની માંગ થતી રહી. સોમવારે કેંદ્ર સરકારે આ એપને બેન કરી દીધી છે.
હાલમાં જ લદાખમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ દેશમાં ચીની ઉત્પાદોના બહિષ્કારની માંગ ઉટી રહી હતી. કેંદ્ર સરકારે દેશની સુરક્ષાનો હવાલો આપતા ટિકટોક સહિત 59 ચીની મોબાઈલ એપને દેશમાં બેન કરી હતી.
કેંદ્ર સરકારના આ નિર્ણયને વ્યાપક સમર્થન મળી રહ્યુ છે અને વધુ પડતા લોકો તેને યોગ્ય પગલુ ગણાવી રહ્યા છે. આ તમામ એપમાં સૌથી પોપ્યૂલર ટિકટોકને બેન કરવાનું સૌથી વધુ ચર્ચાનો મુદ્દો રહ્યો અને તેનું પરિણામ એ છે કે સોશિયલ મીડિયા પર તેના પર સતત લોકો પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે.
ટ્વિટર પર ઘણા યૂઝર્સ આ પગલાનાને લઈને સતત ચર્ચા કરી રહ્યા છે. ઘણા ટ્વિટર યૂઝર્સ મીમ્સ પણ બનાવી રહ્યા છે.
TikTok પર પ્રતિબંધ મૂક્યા બાદ Twitter પર મીમ્સ વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Jun 2020 05:27 PM (IST)
ભારતમાં છેલ્લા ઘણા સમયથી ટિકટોક (TikTok) એપ સૌથી વધુ ચર્ચામાં રહી છે. વધુ પડતા કેસમાં આ એપ નકારાત્મક કારણોને કારણે ચર્ચામાં રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -