વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે શુક્રવારે કહ્યું કે, આ પુરી રીતે ભારતનો આંતરિક મામલો છે અને પાકિસ્તાન ડરનો માહોલ ફેલાવવા માંગે છે. કુમારે કહ્યું કે, પાકિસ્તાન એટલા માટે પરેશાન છે કે જો જમ્મુ અને કાશ્મીરનો વિકાસ થયો તો ત્યાંના લોકોએ તે ગુમરાહ કરી શકશે નહીં.
પાકિસ્તાનને ભારતના આંતરિક મામલામાં દખલ ન કરવાની સલાહ આપતા કુમારે કહ્યું કે, ભારતના સંપ્રભુ મામલામાં નકામ વિષયોને પાકિસ્તાન જોડી રહ્યું છે. અમે ઘણી વિદેશી સરકારો અને સંસ્થાઓને આ સંબંધમાં જાણકારી આપી છે અને પોતાની સ્થિતિથી વાકેફ કર્યા છે. અમે જણાવ્યું છે કે કાશ્મીરમાં અમે શું કહ્યું છે અને આ અમારો આંતરિક મામલો છે. અમે તમામ દેશો અને સંગઠનોને આ અંગેની જાણકારી આપી છે. પાકિસ્તાનને હકીકતનો સ્વીકાર કરવો જોઇએ અને અન્ય દેશોએ મામલામાં દખલગીરી કરવી જોઇએ નહીં.