ન્યૂયોર્ક: ટાઈમ પર્સન ઓફ ધ યરના ઓનલાઈન સર્વેમાં પ્રધાનમંત્રી બીજા સપ્તાહમાં પણ નંબર વન પર છે. તેમણે બરાક ઓબામા, ડોનાલ્ડ ટ્રંપ, વ્લાદિમીર પૂતિનને પાછળ છોડી દિઘા છે. રવિવારે પોલ માટે વોટિંગ બંધ થઈ જશે. શુક્રવાર સુધી મોદી 18 ટકા વોટ સાથે નંબંર વન પર બન્યા રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે વર્ષ 2015માં ટાઈમ્સ પર્સન ઓફ ધ યર તરીકે એંગ્લા મર્કેલની પસંદગી કરવામાં આવી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા, અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને વિકીલીક્સના ફાઉંડર જૂલિયન અસાંજે મોદીથી ધણા પાછળ છે. ઉલ્લેખનિય છે કે એકસાથે આ ચોછુ વર્ષ છે કે પ્રધાનમંત્રી મોદીનું નામ તેમાં સામેલ કરવામાં આવ્યું હોય.
ટાઈમ્સ મેગેઝીનના મુજબ પોલ 4 ડિસેંબરના ત્યાંના સમય અનુસાર 11.59 વાગે બંધ કર દેવામાં આવશે. રિઝલ્ટનું એલાન 7 ડિસેંબરના કરવામાં આવશે. મોદીએ 16 ઓક્ટોબર ગોવામાં થયેલા બ્રિક્સ સંમ્મેલનમાં પાકિસ્તાનને આતંકવાદનો દેશ કહ્યો હતો, તે દરમિયાન મોદી સૌથી વધુ ચર્ચામાં હતા.