નવી દિલ્લી: દરેક લોકોને ખબર છે કે જેમ્સ બૉન્ડને માર્ટિની પસંદ છે, અને તે પણ શેક કરેલી. પરંતુ... પાન મસાલા? નવાઈની વાત છે.

‘જેમ્સ બૉન્ડ 007’ સીરિઝની ‘ગોલ્ડન આઈ’, ‘ટ્રમૉરો નેવર ડાઈજ’, ‘ધ વર્લ્ડ ઈઝ નૉટ ઈનફ’ અને ‘ડાઈ અનથર ડે’ જેલી ફિલ્મોમાં જેમ્સ બૉન્ડની ભૂમિકા ભજવનાર હૉલીવુડ અભિનેતા પિયર્સ બ્રૉસનને પાન મસાલા બ્રાંડ ‘પાન બહાર’ની જાહેરાત કરી છે. અખબાર, હોર્ડિંગ, યૂટ્યૂબ જેવી તમામ જગ્યા પર તેમની જાહેરાત જોવા મળી રહી છે.

શુક્રવારે સવારે લોકોની ઉંધ અખબારનું ફ્રંટ પેજમાં પિયર્સની જાહેરાત સાથે ખુલી. ટ્વિટર પર પેજની ફોટો અને યૂટ્યૂબ લિંકની સાથે લોકો સારા જોક્સ શેયર કરી રહ્યા છે.