દેહરાદૂન:  'ફાટેલી જિન્સ' પર પોતાના નિવેદનને લઈને દેશભરમાં આલોચનાનો સામનો કરી રહેલા ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે શુક્રવારે કહ્યું કે જો તેમની વાતથી કોઈને ખોટુ લાગ્યું હોય તો તેઓ માફી માંગે છે. મીડિયા સાથે અનૌપચારિક વાતચીતમાં મુખ્યમંત્રી રાવતે કહ્યું કે તેમને જિન્સથી કોઈ વાંધો નથી અને તેઓ પોતે પણ જિન્સ પહેરતા હતા. તેમણે કહ્યું કે ફાટેલી જિન્સ પહેરવાની વાત તેમણે સંસ્કારોના પરિપ્રેક્ષ્યમાં કરી હતી. તેમણે કહ્યું, "જો કોઈને લાગે છે કે તેમણે 'ફાટેલી જિન્સ' પહેરવી છે તો મને તેનાથી કોઈ વાંધો નથી " જો કોઈને ખોટુ લાગ્યું હોય તો હું તેમની માફી માંગુ છું. તેમણે કહ્યું કે આપણે બાળકોમાં સંસ્કાર અને અનુશાસન પેદા કરશું તો ભવિષ્યમાં 


પોતાને સામાન્ય ગ્રામ્ય પહેરવેશ પહેરતા વ્યક્તિ ગણાવતા મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે કહ્યું કે સ્કૂલના દિવસોમાં જ્યારે તેમનું પેન્ટ ફાટી જતુ ત્યારે તેમને ડર લાગતો કે ગુરુજી ઠપકો તો નહી આપે, દંડ તો નહી કરે. તેમણે કહ્યું કે આ અનુશાસન અને સંસ્કાર હતા કે અમે ફાટેલી પેન્ટ પર પેચ લગાવી સ્કૂલે જતા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે જે કાર્યક્રમમાં તેમણે આ વાત કહી તે બાળકોને નશા જેવી ખરાબ વિકૃતિઓથી દૂર કરવાને લઈને આયોજિત કરવામાં આવ્યું હતું અને બાળકોને તેનાથી બચાવવા ઘર પર સંસ્કાર આપવાની વાત કરી.



રાવતે કહ્યું કે તેમણે કહ્યું હતું કે આજકાલના બાળકો ચાર-પાંચ હજારના મોંઘા જિન્સ ઘરે લાવે છે અને તેને કાતર મારે છે. તેમણે કહ્યું, મારી પણ દિકરી છે અને આ મને પણ લાગુ પડે છે. મે ઘરે સંસ્કારનો વાત કરી છે, વાતાવરણ કેવું હોવું જોઈએ. માત્ર પુસ્તકનું જ્ઞાન નહી, બાળકોમાં સંસ્કાર પણ આપવા જોઈએ. પછી ભલે તે છોકરા હોય કે છોકરી. રાવતનું આ નિવેદન છેલ્લા ત્રણ દિવસથી દેશભરમાં તેમના  ફાટેલી જિન્સ અને પહેરવેશને લઈને એક કાર્યક્રમમાં આપવામાં આવેલા નિવેદન પર ચાલી રહેલા હોબાળાને રોકવા માટેનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે કારણ કે તેનાથી ભાજપ પણ પોતે અસહજ સ્થિતિમાં હતી. 


તીરથ સિંહ રાવતે આપ્યું હતું આ નિવેદન


આ પહેલા,  ગુરુવાર તેમના પત્ની રશ્મિ ત્યાગી રાવત પણ તેમના બચાવમાં સામે આવ્યા હતા અને કહ્યું હતું કે તેમનું નિવેદનને પૂરા સંદર્ભમાં પ્રસ્તુત નથી કરવામાં આવી રહ્યું. મંગળવારે એક કાર્યક્રમ દરિયાન મુખ્યમંત્રી રાવતે કહ્યું કે સંસ્કારોના અભાવમાં યુવાઓ અજીબગરીબ ફેશન કરવા લાગ્યા છે અને ફાટેલી જિન્સ પહેરીને પોતાને મોટા બાપના દિકરા સમજે છે. તેમણે કહ્યું આ ફેશનમાં યુવતીઓ પણ પાછળ નથી. તેમણે આ સંબંધમાં એક ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો. 


ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ આ અવસરે એક પ્રસંગ સંભળાવતા ફાટેલી જિન્સની ફેશનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, “એકવાર તે પ્લેનમાં મુસાફરી કરી રહ્યાં હતા આ સમયે તેમની સાથે એક બાળક સાથે માતા હતી. આ મહિલાએ ફાટેલી જિન્સ પહેર્યું હતું. મેં તેમને પૂછયું કે, ક્યાં જવું છે? તો તેમણે કહ્યું કે, દિલ્લી જઇ રહ્યું છું. મારો પતિ જેએનયૂમાં પ્રોફેસર છે અને હું એક એનજીઓ ચલાવું છું. આ સમયે મેં વિચાર્યું કે, એક ફાટેલું જિન્સ પહેરેલી આ મહિલા સમાજમાં કેવી સંસ્કાર અને સંસ્કૃતિનો પ્રચાર કરતી હશે, જ્યારે અમે શાળામાં જતાં હતા આવો માહોલ ન હતો”