લંડનઃ ભારતીય બેંકોને 9000 કરોડ રૂપિયાનો ચુનો લગાવીને ફરાર થઈ ગયેલા શરાબ કારોબારી વિજય માલ્યાને લંડનની કોર્ટમાંથી મોટી રાહત મળી છે. ભારતને પ્રત્યાર્પણ કરવા સામે માલ્યાએ કરેલી અરજીને લંડનની હાઇકોર્ટે સ્વીકારી લીધી છે.
મંગળવારે લંડન હાઇકોર્ટમાં માલ્યાના ભારતને પ્રત્યાર્પણને લઈ સુનાવણી થઈ હતી. જેમાં માલ્યાના વકીલે કોર્ટને જણાવ્યું કે, આ કેસ ભારરતમાં શરૂ થયો. બેંકોને એરલાઇનની પૂરી જાણકારી હતી. બેંકોને માલ્યાની નાણાકીય સ્થિતિ અંગે પણ જાણકારી હતી. વકીલે એમ પણ કહ્યુ કે, માલ્યાના પક્ષમાં આપવામાં આવેલા દસ્તાવેજો યોગ્ય માનવામાં આવ્યા હતા.
વિજય માલ્યાની સુનાવણી કોર્ટના રૂમ નંબર 3માં થઈ હતી. સુનાવણી દરમિયાન સિદ્ધાર્થ માલ્યા પણ હાજર હતો.
ભારતીય બેંકોને કરોડો રૂપિયાનું ફૂલેવું ફેરવીને માલ્યા માર્ચ, 2016માં લંડન ભાગી ગયો હતો. તેને પરત લાવવા કેન્દ્ર સરકાર અને ભારતીય તપાસ એજન્સીઓ સતત પ્રયત્ન કરી રહી છે પરંતુ હજુ સુધી સફલતા મળી નથી. ડિસેમ્બર 2018માં લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટે માલ્યાને ભારત મોકલવાનો ફેંસલો સંભળાવ્યો હતો.
રોહિત શર્માએ સદી ફટકારાવાની સાથે બનાવ્યા આટલા રેકોર્ડ, જાણો વિગત
INDvBAN: વર્લ્ડકપમાં રોહિત-રાહુલની જોડીએ રચ્યો ઈતિહાસ, બનાવી દીધો આ મોટો રેકોર્ડ, જાણો વિગત
વિજય માલ્યાને લંડનની કોર્ટે આપી રાહત, પ્રત્યાર્પણ રોકવાની અપીલ કરી મંજૂર
abpasmita.in
Updated at:
02 Jul 2019 08:42 PM (IST)
ભારતીય બેંકોને 9000 કરોડ રૂપિયાનો ચુનો લગાવીને ફરાર થઈ ગયેલા શરાબ કારોબારી વિજય માલ્યાને લંડનની કોર્ટમાંથી મોટી રાહત મળી છે. ભારતને પ્રત્યાર્પણ કરવા સામે માલ્યાએ કરેલી અરજીને લંડનની હાઇકોર્ટે સ્વીકારી લીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -