પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વિટ કરીને લખ્યું, "ખૂબ દુઃખ થયું, ફલ્ટાથી ત્રણ વખત ધારાસભ્ય રહ્યા અને 1998થી પાર્ટીના ટ્રેઝરર રહેલા તમોનાશ ઘોષ હવે નથી રહ્યા. તેઓ પાર્ટી પ્રત્યે સમર્પિત રહ્યા. પોતાના સામાજિક કાર્યથી તેમણે ખૂબ મોટું યોગદાન આપ્યું."
મમતાએ બીજા એક ટ્વિટમાં તેના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં લખ્યું, "તેમના જવાથી ક્યારેય ન ભરી શકાય તેવી ખોટ પડી છે. હું તેમના તરફથી તેમની પત્ની ઝરના, તેની બે પુત્રીઓ અને શુભચિંતકો પ્રત્યે સંવેદના પ્રકટ કરું છું."