10 રાજ્યોની 54 વિધાનસભા સીટો પર પેટા ચૂંટણી આજે, બધાની નજર મધ્ય પ્રદેશ પર
મધ્ય પ્રદેશમાં 28 વિધાનસભા સીટો પર થનાર પેટા ચૂંટણીનું પરિણામ કોઈપણ પક્ષની સરકાર બનાવવામાં મહત્ત્વનું સાબિત થઈ શકે છે.
બ્રેકગ્રાઉન્ડ
ભોપાલ/લખનઉ/: 10 રાજ્યોની 54 વિધાનસભા સીટો પર થનાર પેટા ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. તેમા બધાની નજર મધ્ય પ્રદેશ પર છે. એમપીની 28 વિધાનસભા સીટો પર પેટા ચૂંટણી છે. જ્યાં પોતાની સરકાર બચાવવા માટે ભાજપની કોંગ્રેસ સાથે ટક્કર છે.
મધ્ય પ્રદેશમાં 28 વિધાનસભા સીટો પર થનાર પેટા ચૂંટણીનું પરિણામ કોઈપણ પક્ષની સરકાર બનાવવામાં મહત્ત્વનું સાબિત થઈ શકે છે. રાજ્યની 28 વિધાનસભા સીટો પર પેટાચૂંટણીમાંથી રાજ્યના 12 મંત્રીઓ સહિત કુલ 355 ઉમેદવાર મેદાનમાં છે. સત્તાધારી ભાજપની પાસે 107 ધારાસભ્ય છે અને તેને બહુમત માટે નવ સીટની જરૂરત છે જ્યારે કોંગ્રેસ પાસે 87 ઘારાસભ્ય છે.
10 રાજ્યની 54 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી
મધ્ય પ્રદેશઃ જૌરા, સુમૌલી, મુરૈના, દિમની, અંબાહ, મેહગાંવ, ગોહદ, ગ્વાલિયર, ગ્વાલિયર પૂર્વ, ડબરા, ભાંડેર, કરેડા, પોહરી, બમોરી, અશોક નગર, મુંગૌલી, સુરખી, મલ્હારા, અનૂપપુર, સાંચી, બિયોરા, આગર, હાટપિપલિયા, મંધાતા, નેપાનગર, બદનવર, સાંવેર અને સુવાસરા.
યૂપીઃ આજે 7 વિધાનસભા સીટો પર પેટા ચૂંટમી માટે મતદાન થશે. ઉન્નાવની બાંગરમઉ, અમરોહાની નૌગાંવ સાદાત, ફિરોઝાબાદની ટૂંડલા, બુલન્દશહની સદર, જૌનપુરની મલ્હની, કાનપુર દેહાતની ઘાટમપુર અને દેવરિયા સદર પર મદતાન થશે.
ગુજરાતઃ અબડાસા, લિમડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગલ અને કપરાડા
કર્ણાટકઃ સિરા, રાજ રાજેશ્વરી નગર
ઓડિશાઃ બાલાસોર, તીર્થોલ
ઝારખંડઃ દુમકા, બેરમો
નાગાલેન્ડઃ દક્ષિણી અંગામી-1, પુંગ્રે-ફિફિર
તેલંગાનાઃ દુબ્બાકા
છત્તીસગઢઃ મરવાહી
હરિયાણાઃ બડૌદા
- - - - - - - - - Advertisement - - - - - - - - -