નવી દિલ્હીઃ આજે વર્લ્ડક હેપેટાઈટીસ ડે છે, દુનિયાના દેશો આજના દિવસને હેપેટાઈટીસ ડે તરીકે મનાવી રહ્યા છે, ભારતમાં પણ આ બિમારી મોટા પ્રમાણમાં ફેલાયેલી છે, અને દિવસે દિવસે આ રોગનો ભોગ અનેક લોકો બની રહ્યાં છે. ત્યારે હેપેટાઈટીસથી સાવધાની રાખવી બહુ જરૂરી બની જાય છે. આ ખતરનાક રોગ લીવર અને શરીરને અંદરથી ડેમેજ કરે છે, ખાસ કરીને આ વાયરસ સંક્રમણના કારણે થાય છે.
હેપેટાઈટીસ એક પ્રકારની જીવલેણ બિમારી છે, અને દરવર્ષે લાખો લોકો આનાથી સંક્રમિત થાય છે, અને હજારો લોકો જીવ પણ ગુમાવી દે છે. જાણો આ ખતરનાક બિમારીનો લોકો કઇ રીતે ભોગ બને છે.
શું છે હેપેટાઈટીસ?
હેપેટાઈટીસ બી એક પ્રકારનુ લીવર સંક્રમણ રોગ છે, જે હેપેટાઈટીસ બીના વાયરસ (HBV)થી ફેલાય છે. રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર અનુસાર લગભગ 4.4 મિલિયન અમેરિકન વર્તમાનમાં ક્રૉનિક હેપેટાઈટીસ બી અને સીના શિકાર છે. વળી કેટલાક લોકો એવા છે જેને ખબર જ નથી કે તેમને હેપેટાઈટીસ છે.
કયા કારણોથી હેપેટાઈટીસ બી ખતરનાક બની જાય છે?
આમ તો હેપેટાઈટીસ થવાના અનેક કારણો છે, પણ બ્લડથી વધુ ખતરનાક બને છે. આ ઉપરાંત અસુરક્ષિત સંબંધ રાખવાથી, બીજાના ઉપયોગમાં લીધેલા ઇન્જેક્શન દ્વારા, વધારે પડતો દારુ પીવાથી. તાજા ફળ અને શાકભાજી પણ ઘણીવાર સંક્રમણનુ કારણ બને છે.
હેપેટાઈટીસ બિમારી ખાસ કરીને પાંચ પ્રકારની હોય છે. જેમાં હેપેટાઈટીસ એ, હેપેટાઈટીસ બી, હેપેટાઈટીસ સી, હેપેટાઈટીસ જી અને હેપેટાઈટીસ ઇ મુખ્ય છે.
આજે વિશ્વ હેપેટાઈટીસ દિવસ, જાણો કઈ રીતે આ ખતરનાક રોગનો ભોગ બને છે લોકો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jul 2020 12:41 PM (IST)
હેપેટાઈટીસ એક પ્રકારની જીવલેણ બિમારી છે, અને દરવર્ષે લાખો લોકો આનાથી સંક્રમિત થાય છે, અને હજારો લોકો જીવ પણ ગુમાવી દે છે. જાણો આ ખતરનાક બિમારીનો લોકો કઇ રીતે ભોગ બને છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -