નવી દિલ્લીઃ નોટબંધી બાદ વિરોધ પક્ષો સતત હંગામો કરી રહ્યા છે. અને પ્રધાનમંત્રી મોદીના સંસદમાં હાજર રહીને નોટબંધી પર બોલવાની માંગ કરી રહ્યા છે. ત્યારે PM ગુરુવારે રાજ્યસભામાં હાજર રહી શકે છે. બુધવારે PM લોકસભામાં હાજર હતા. પરંતુ મોટી નોટોને રદ્દ કર્યા બાદ સરકારના નિર્ણયનો વિરોધ લોકસભામાં વિપક્ષે કર્યો હતો. આ હંગામાના લીધે પ્રશ્નકાળમાં વિક્ષેપ પડ્યો હતો. જેના લીધે 12 વાગ્યા સુધી સદનની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.