Tomorrow Weather Forecast 27 July: દેશભરમાં ચોમાસું હવે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યું છે. હવામાન વિભાગ (IMD) એ આવતીકાલ એટલે કે 27 જુલાઈ માટે ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ ભારતના 10 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની ગંભીર ચેતવણી જારી કરી છે. આગામી 14 કલાક આ રાજ્યો માટે ખૂબ જ પડકારજનક સાબિત થઈ શકે છે. ઘણા વિસ્તારોમાં 80 કિમી/કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે, જેના કારણે ઝાડ પડવા, વીજળી ડૂલ થવી અને પાણી ભરાવા જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે, જે સામાન્ય જનજીવનને ખોરવી નાખશે. ખેડૂતો, પ્રવાસીઓ અને ખાસ કરીને નદીઓ કે દરિયા કિનારે રહેતા લોકોને અત્યંત સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

Continues below advertisement

પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનો મોટો ખતરો

આ સિવાય પહાડી રાજ્યોમાં ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) અને નદીઓના જળસ્તરમાં અચાનક વધારો થવાનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગે પ્રવાસીઓને ખાસ અપીલ કરી છે કે તેઓ મુસાફરી શરૂ કરતા પહેલા લેટેસ્ટ હવામાન અપડેટ ચોક્કસથી ચેક કરી લે. પૂર્વ ભારતના ઘણા વિસ્તારોમાં વીજળી પડવાની અને કરા પડવાની પણ પૂરી શક્યતા છે. તો ચાલો વિગતવાર જાણીએ કે 27 જુલાઈના રોજ કયા રાજ્ય અને જિલ્લામાં હવામાનનો મિજાજ કેવો રહેશે.

Continues below advertisement

10 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી

IMD ના જણાવ્યા મુજબ 27 જુલાઈએ ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, ઉત્તરાખંડ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ છે. આ વિસ્તારોમાં 70 થી 80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આવતીકાલે દેશના વિવિધ રાજ્યોમાં કેવું રહેશે હવામાન?

દિલ્હી (ભારે વરસાદની ચેતવણી): 27 જુલાઈએ દિલ્હીમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન 60 થી 70 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.

ઉત્તર પ્રદેશ (વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ): યુપીના મેરઠ, મુઝફ્ફરનગર, સહારનપુર, બિજનોર, મુરાદાબાદ, બરેલી, કાનપુર, બદાયૂં, રામપુર, મૈનપુરી, લલિતપુર, સીતાપુર, હરદોઈ, બહરાઈચ, કન્નૌજ, કુશીનગર, પ્રયાગરાજ, ગોરખપુર અને દેવરિયામાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. રાજધાની લખનૌમાં તાપમાન મહત્તમ 35 અને લઘુત્તમ 28 ડિગ્રી નોંધાઈ શકે છે.

આ પણ વાંચોઃ આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી

બિહાર (ભારે વરસાદની આગાહી): પટના, ગયા, સારણ, જેહાનાબાદ, મુઝફ્ફરપુર, સમસ્તીપુર, દરભંગા, પૂર્ણિયા, સહરસા, સુપૌલ, માધેપુરા, કટિહાર, કિશનગંજ, અરરિયા, ભાગલપુર, બાંકા, મુંગેર, પૂર્વ ચંપારણ અને પશ્ચિમ ચંપારણમાં 27 જુલાઈએ ધોધમાર વરસાદ પડી શકે છે. અહીં 70 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળી પડવાની પણ શક્યતા છે.

ઝારખંડ (ભારે વરસાદનું એલર્ટ): રાંચી, સાહેબગંજ, પાકુર, જામતારા, દુમકા, બોકારો, હજારીબાગ, ગિરિડીહ, જમશેદપુર, રામગઢ, ખુંટી, પશ્ચિમ સિંઘભુમ, લોહરદગા, ચતરા, ગુમલા અને સિમડેગામાં 27 જુલાઈએ 55 થી 60 કિમી/કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની આગાહી છે.

ઉત્તરાખંડ (વરસાદની ચેતવણી): ચમોલી, બાગેશ્વર, પિથોરાગઢ, નૈનીતાલ, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ટિહરી ગઢવાલ, હરિદ્વાર અને ઋષિકેશમાં 27 જુલાઈએ વરસાદ અને જોરદાર પવન ફૂંકાશે. દેહરાદૂનમાં તાપમાન 31 ડિગ્રી (મહત્તમ) અને 24 ડિગ્રી (લઘુત્તમ) રહેવાની ધારણા છે.

હરિયાણા (ગાજવીજ સાથે વરસાદ): પાણીપત, સોનીપત, ભિવાની, ફરીદાબાદ, પલવલ અને રેવાડીમાં વરસાદ અને જોરદાર વાવાઝોડાની ચેતવણી જારી કરાઈ છે. પવનની ઝડપ 50 થી 60 કિમી/કલાક રહી શકે છે.

હિમાચલ પ્રદેશ (ભૂસ્ખલનનો ખતરો): બિલાસપુર, ચંબા, સિરમૌર, કાંગડા, કુલ્લુ, શિમલા, કિન્નૌર, મંડી અને સોલનમાં વરસાદ અને તોફાની પવનની આગાહી છે. પહાડી વિસ્તારોમાં લેન્ડસ્લાઈડનો મોટો ખતરો છે. મનાલીમાં મહત્તમ તાપમાન 17 અને લઘુત્તમ 11 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાત (ભારે વરસાદની ચેતવણી): 27 જુલાઈએ નવસારી, સુરત, તાપી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, અમરેલી, અમદાવાદ, બાવળા અને ભાવનગરમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી છે. અહીં 40 થી 50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

મહારાષ્ટ્ર (ભારે વરસાદ અને વાવાઝોડું): મુંબઈ, થાણે, પાલઘર, પુણે, રત્નાગિરી, બુલઢાણા, અમરાવતી, ગઢચિરોલી અને ગોંદિયામાં ભારે વરસાદનું એલર્ટ છે. મુંબઈનું તાપમાન મહત્તમ 29 અને લઘુત્તમ 27 ડિગ્રી રહેવાની આગાહી છે.

રાજસ્થાન (ભારે વાવાઝોડાની આગાહી): બારન, કોટા, બુંદી, સિરોહી, ભીલવાડા, સીકર, ઉદયપુર, ભરતપુર, અજમેર, જયપુર, જોધપુર, રાજસમંદ અને ટોંકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી છે. ઘણા ભાગોમાં 70 થી 80 કિમી/કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે.

મધ્ય પ્રદેશ (વરસાદ અને પવન): ખંડવા, દેવાસ, છિંદવાડા, બેતુલ, નર્મદાપુરમ (હોશંગાબાદ), વિદિશા, બાલાઘાટ, રીવા, સિંગરૌલી અને ઉજ્જૈનમાં 27 જુલાઈએ ભારે વરસાદ અને પવન ફૂંકાવાની શક્યતા છે. ભોપાલમાં તાપમાન 29 ડિગ્રી (મહત્તમ) અને 24 ડિગ્રી (લઘુત્તમ) રહી શકે છે.

જમ્મુ અને કાશ્મીર (ભારે વરસાદની ચેતવણી): કઠુઆ, જમ્મુ, રિયાસી, રામબન, રાજૌરી, કુલગામ, પૂંચ, કુપવાડા, બારામુલ્લા અને પુલવામામાં 27 જુલાઈએ ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. અહીં 60 થી 70 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.

પશ્ચિમ બંગાળ (ભારે વરસાદનું એલર્ટ): કોલકાતા, કાલિમપોંગ, કૂચ બિહાર, બીરભૂમ, હુગલી, મુર્શિદાબાદ, પુરુલિયા, નાદિયા અને દક્ષિણ 24 પરગણા માટે ભારે વરસાદની ચેતવણી છે. પવનની ઝડપ 60 કિમી/કલાકની રહી શકે છે.

પંજાબ (વરસાદ અને વાવાઝોડું): પઠાણકોટ, હોશિયારપુર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, પટિયાલા, સંગરુર, મોહાલી (SAS નગર) અને રૂપનગર માટે ભારે વરસાદની આગાહી છે. અહીં 60 થી 65 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.