India weather forecast August 16: દેશભરમાં હાલ વરસાદનો માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગ (IMD) એ એક નવું અને અત્યંત મહત્વનું એલર્ટ જાહેર કર્યું છે. જો તમે આવતીકાલે એટલે કે 16 ઓગસ્ટના રોજ ક્યાંય બહાર મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો પહેલા આ સમાચાર અચૂક વાંચી લેજો. હવામાન વિભાગની આગાહી મુજબ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના 12 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન પવનની ગતિ કલાકના 80 કિલોમીટર સુધી પહોંચી શકે છે!

Continues below advertisement

ખેડૂતો અને મુસાફરો માટે ખાસ ચેતવણી

તોફાની પવનો અને વીજળીના કડાકા-ભડાકાને કારણે પહાડી રાજ્યોમાં ભૂસ્ખલન (Landslide) થવાની પૂરેપૂરી શક્યતા છે. આથી લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની કડક સલાહ આપવામાં આવી છે. ગાઢ જંગલવાળા વિસ્તારોમાં મોટા વૃક્ષો ધરાશાયી થઈને રસ્તા પર પડી શકે છે. ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ આગાહી છે. પૂર્વ ભારતમાં વીજળી પડવાનો ખતરો હોવાથી ખેડૂતોના પાકને નુકસાન પહોંચી શકે છે. ખેડૂતો અને માછીમારોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસી જવા જણાવાયું છે.

Continues below advertisement

ભૌગોલિક સ્થિતિની વાત કરીએ તો, ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનની ઉપર 'અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન' સક્રિય છે, જ્યારે પશ્ચિમ બંગાળના મેદાની વિસ્તારોમાં સર્જાયેલું ડિપ્રેશન પૂર્વ ભારતમાં મોટું નુકસાન કરી શકે છે.

ચાલો વિગતવાર જાણીએ કે 16 ઓગસ્ટના રોજ કયા રાજ્ય અને જિલ્લામાં હવામાન કેવું રહેશે:

દિલ્હી (વરસાદ અને તોફાનની ચેતવણી)

આવતીકાલે દિલ્હીમાં કાળા ડિબાંગ વાદળો સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી છે. પવન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે.

તાપમાન: મહત્તમ 34 ડિગ્રી અને લઘુત્તમ 28 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

ઉત્તર પ્રદેશ (વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ)

યુપીના મેરઠ, મુઝફ્ફરનગર, ગૌતમ બુદ્ધ નગર, અલીગઢ, મથુરા, આગ્રા, કાનપુર, બિજનૌર, સહારનપુર, શામલી, બદાઉન, શાહજહાંપુર, ઈટાવા, ફર્રુખાબાદ, ફિરોઝાબાદ, અયોધ્યા, બસ્તી, બુલંદશહર, ગાઝીપુર, ગોરખપુર, પ્રયાગરાજ અને દેવરિયામાં ભારે વરસાદની આગાહી છે. અહીં 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

તાપમાન (લખનૌ): મહત્તમ 31 ડિગ્રી અને લઘુત્તમ 27 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

બિહાર (ભારે પવન સાથે વરસાદ)

પશ્ચિમ ચંપારણ, સિવાન, ગોપાલગંજ, સારણ, પૂર્વ ચંપારણ, પટના, ગયા, ભોજપુર, બક્સર, વૈશાલી, સમસ્તીપુર, દરભંગા, મધુબની, પૂર્ણિયા, કિશનગંજ, અરરિયા, ખાગરિયા અને બેગુસરાયમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી અપાઈ છે. પવનની ગતિ 60 થી 65 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.

તાપમાન (પટના): મહત્તમ 34 ડિગ્રી અને લઘુત્તમ 28 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

ઝારખંડ (16 અને 17 ઓગસ્ટ માટે એલર્ટ)

બોકારો, જમશેદપુર, દુમકા, હજારીબાગ, ધનબાદ, પલામુ, રામગઢ, ખુંટી, રાંચી, સિમડેગા અને દેવઘરમાં ભારે વરસાદની ચેતવણી છે. આ વિસ્તારોમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

તાપમાન (રાંચી): મહત્તમ 30 ડિગ્રી અને લઘુત્તમ 24 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

ઉત્તરાખંડ (પહાડી વિસ્તારોમાં તોફાન)

નૈનીતાલ, ઋષિકેશ, બાગેશ્વર, હરિદ્વાર, અલ્મોડા, ચમોલી, પિથોરાગઢ, પૌરી ગઢવાલ અને રુદ્રપ્રયાગમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

તાપમાન (દેહરાદૂન): મહત્તમ 28 ડિગ્રી અને લઘુત્તમ 24 ડિગ્રી સેલ્સિયસ.

આ પણ વાંચોઃ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

હિમાચલ પ્રદેશ (વરસાદ અને ભારે પવન)

કુલ્લુ, સિરમૌર, કાંગડા, હમીરપુર, ઉના, બિલાસપુર અને સોલનમાં વરસાદ અને તોફાનની ચેતવણી છે. પવનની ગતિ 50 થી 55 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.

તાપમાન (મનાલી): મહત્તમ 17 ડિગ્રી અને લઘુત્તમ 11 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી શકે છે.

જમ્મુ અને કાશ્મીર (ભારે વરસાદનું એલર્ટ)

કિશ્તવાડ, મીરપુર, જમ્મુ, પૂંચ, કુપવાડા, રિયાસી, રામબન, ઉધમપુર, બાંદીપોરા, ગાંદરબલ અને શોપિયામાં ભારે વરસાદ ખાબકી શકે છે. અહીં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાશે.

તાપમાન (શ્રીનગર): મહત્તમ 31 ડિગ્રી અને લઘુત્તમ 20 ડિગ્રી સેલ્સિયસ.

પશ્ચિમ બંગાળ (વરસાદ અને ડિપ્રેશનની અસર)

કોલકાતા, હાવડા, જલપાઈગુડી, કાલિમપોંગ, માલદા, અલીપુરદ્વાર, દુર્ગાપુર, દાર્જિલિંગ, પૂર્વ બર્ધમાન, પશ્ચિમ મેદિનીપુર, બાંકુરા અને કૂચબિહારમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. પવન 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ફૂંકાશે.

તાપમાન (કોલકાતા): મહત્તમ 31 ડિગ્રી અને લઘુત્તમ 27 ડિગ્રી સેલ્સિયસ.

પંજાબ (16-17 ઓગસ્ટની આગાહી)

પઠાણકોટ, લુધિયાણા, ફરીદકોટ, કપૂરથલા, ફિરોઝપુર, સંગરુર, હોશિયારપુર, અમૃતસર, ભટિંડા અને ચંદીગઢમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી આપવામાં આવી છે. પવનની ગતિ 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે.

આ પણ વાંચોઃ મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

રાજસ્થાન (હળવા થી ભારે વરસાદની શક્યતા)

અલવર, કરૌલી, બારન, ઝાલાવાડ, ચુરુ, કોટા, સવાઈ માધોપુર, ભરતપુર, અજમેર અને ભીલવાડામાં વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. અહીં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

તાપમાન (જયપુર): મહત્તમ 33 ડિગ્રી અને લઘુત્તમ 27 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

મધ્યપ્રદેશ (ભારે વરસાદની ચેતવણી)

દમોહ, રાજગઢ, શ્યોપુર, નીમચ, વિદિશા, બાલાઘાટ, ખંડવા, સિઓની, હોશંગાબાદ, ખરગોન, શિવપુરી, ભોપાલ અને ઇન્દોરમાં જોરદાર વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. પવન 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે.

તાપમાન: મહત્તમ 26 ડિગ્રી અને લઘુત્તમ 24 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે.