નવી દિલ્હી: કોરોના વાયરસનો કહેર દેશમાં સતત વધી રહ્યો છે. છેસ્સા 24 કલાકમાં 1553 નવા કેસ નોંધાયા છે. કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 36 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 17265 પર પહોંચી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદ કરી આ જાણકારી આપી હતી.




સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં કહ્યું જયપુર, ઈન્દોર, મુંબઈ, કોલકાતા અને પૂણેમાં સ્થિતિ ગંભીર છે. 24 કલાકમાં કોરોનાથી 36 લોકોના મોત થયા છે જ્યારે 2546 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે.



પુડુચેરીમાં માહ, કર્ણાટકના કોડાગુ અને ઉત્તરાખંડના પૌરી ગરવાલમાં છેલ્લા 28 દિવસમાં કોઈ COVID19 કેસ નોંધાયો નથી. છેલ્લા 14 દિવસમાં કોઈ કેસ નોંધાયા ન હોય તેવા જિલ્લાઓની સંખ્યા વધીને 59 થઈ ગઈ છે. ગોવામાં કોરોના વાયરસનો એક પણ કેસ નથી, ગોવા હવે કોવિડ -19થી મુક્ત થયું છે.