લવ અગ્રવાલે કહ્યું કે કોવિડ-19 જેવી મહામારીમાં પ્રતિબંધોમાં ઢીલ બાદ જો સોશિયલ ડિસ્ટન્સિંગનું યોગ્ય પાલન નહી કરવામાં આવે તો સંક્રમણ ફેલાવાની સંભાવના ઝડપથી વધી જાય છે. તેમણે કહ્યું જે જિલ્લામાં રિપોર્ટ નથી આવ્યા ત્યાં કેસ આવશે તો જે છૂટ આપવામાં આવી છે તે પરત લેવામાં આવશે.
કેંદ્રીય ગૃહ મંત્રાલયના પ્રવક્તા પુણ્ય સલિલા શ્રીવાસ્તવે જણાવ્યું કે, દેશના તમામ 3 ઝોનમાં ઘણા પ્રતિબંધો સાથે છૂટ છાટ આપવામાં આવી છે. પરંતુ કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ છૂટ નથી. રેડ ઝોનમાં જરૂરી ચીજ વસ્તુ માટે ઈ કોમર્સ સુવિધા શરૂ કરવામાં આવી છે. કોરોનાથી બચવા માટે સાવધાની રાખવાની જરૂર છે. તમામ ઝોનમાં છૂટ સાથે ઘણા પ્રતિબંધ લગાડવામાં આવ્યા છે.