નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દુનિયામાં બે લાખથી વધુ લોકોના મોત થયા છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર દુનિયા ખત્મ થવાના કેટલાક ખોટા મેસેજ અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 29 એપ્રિલ 2020ના રોજ દુનિયામાં મહાપ્રલય આવશે. 29 એપ્રિલના રોજ એક ગ્રહ ધરતી પર ટકરાશે. ઉલ્કાપિંડ ધરતી સાથે ટકરાતા દુનિયા ખત્મ થઇ જશે. કોરોના વાયરસ મહામારી વચ્ચે સોશિયલ મીડિયા પર આવા ખોટા દાવાઓ અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાને ટાંકીને કરવામાં આવી રહ્યા છે પરંતુ નાસાએ આ અફવાનું ખંડન ચાર માર્ચના રોજ કરી દીધું હતું.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં પૃથ્વીની નજીક એક ઉલ્કાપિંડ જોવા મળી રહ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે દુનિયા 29 એપ્રિલના રોજ ખત્મ થઇ જશે.
શું છે સત્ય?
નાસા અનુસાર એક ઉલ્કાપિંડ જેને સતાવાર રીતે 52768 (1998 OR2) કહેવામાં આવી રહ્યુ છે જે 29 એપ્રિલના રોજ લગભગ 4 મિલિયન માઇલ દૂર પૃથ્વીની પાસેથી પસાર થશે. 1998 OR2 નામનો આ એસ્ટેરાયડ સંભવિત રીતે ખતરનાક થઇ શકે છે કારણ કે આ વિશાળ આકારનો છે. પરંતુ તેનાથી પૃથ્વી પુરી રીતે સુરક્ષિત રહેશે. તેનાથી ડરવાની કોઇ વાત નથી.
જેથી નાસાને ટાંકીને 29 એપ્રિલના રોજ દુનિયાના અંતની જાહેરાતનો દાવો ખોટો સાબિત થયો છે.
દુનિયાભરમાં કોરોના વાયરસથી બે લાખ છ હજારના મોત થયા છે. જ્યારે 29 લાખ 94 હજાર 352 લોકો કોરાનાના દર્દીઓ નોંધાયા છે.
29 એપ્રિલના રોજ દુનિયા ખત્મ થઇ જશે તેવો સોશિયલ મીડિયા પર થઇ રહ્યો છે દાવો, જાણો શું છે સચ્ચાઇ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Apr 2020 04:17 PM (IST)
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં પૃથ્વીની નજીક એક ઉલ્કાપિંડ જોવા મળી રહ્યો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -