મેરઠઃ પોલીસે કિન્નરો પર કર્યો લાઠી ચાર્જ, જુઓ વીડિયો
abpasmita.in | 10 Jun 2019 08:17 PM (IST)
મેરઠના એસએસપીએ કહ્યું કે, કિન્નર પોલીસકર્મીઓ સાથે ખરાબ વર્તન કરતા હતા. જેના કારમે મજબૂરીમાં પોલીસે આ પગલું લેવું પડ્યું.
મેરઠઃ યુપી પોલીસનો એક વીડિયો સોસિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોલીસ કિન્નરો પર બેફામ લાઠી ચાર્જ કરતાં નજરે પડે છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ આ વીડિયો મેરઠના લાલકુર્તી પોલીસ સ્ટેશનનો છે. કિન્નરોના હંગામા બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ મામલે મેરઠના એસએસપીએ કહ્યું કે, કિન્નર પોલીસકર્મીઓ સાથે ખરાબ વર્તન કરતા હતા. જેના કારમે મજબૂરીમાં પોલીસે આ પગલું લેવું પડ્યું. મળતી માહિતી મુજબ લાલકુર્તી વિસ્તારમાં વધાઈ માંગવાને લઈ કિન્નરોના બે જૂથો વચ્ચે માથાકૂટ થઈ હતી. જે બાદ સ્થાનિકોએ પોલીસને બોલાવી હતી. પોલીસે બંને જૂથોને સમજાવીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં ત્યાં ઝઘડી પડ્યા હતા. એટલું જ નહીં કિન્નરોના એક જૂથે પોલીસકર્મીઓને ગંદી ગાળો આપી હતી. જે બાદ પોલીસે તેમના પર લાઠી ચાર્જ કર્યો હતો.