આ ઘટના વિશે શહેર પોલીસ અધિક્ષક નિહિત ઉપાધ્યાયે જણાવ્યું કે, ટ્રાફિક પોલીસની એક ટુકડીએ રવિવારે રાત્રે એક મોટરસાઈકલ ચાલકને નિયમિત ચેકિંગ માટે રોક્યો હકો, ત્યારે તે ખૂબ દારૂના નશામાં હતો. તેની પાસે વાહનના કાગળો પણ નહોતા.
તેમણે જણાવ્યું કે પોલીસ તેની પાસે કોઈ દંડ વસુલે તે પહેલા જ તેણે ગુસ્સામાં પોતાની મોટરસાઈકલમાં આગ લગાવી દિધી અને ત્યાંથી ભાગી ગયો હતો. અમે તેની ઓળખ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. તેને પકડી તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.