નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશના મેરઠ, બાગપત સુધી ભૂકંપના ઝટકા અનુભવાયા હતાં. ભૂંકપના આંચકાથી કોઈ જાનહાની થઈ નથી. મળતી માહિતી મુજબ રાજધાની દિલ્હીમાં ભૂકંપના ઝટકા 7.89 વાગે અનુભવાયા હતાં.
દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકાની જાણ થતાં જ લોકો ડરીને ઘરમાંથી બહાર દોડી આવ્યા હતાં. ભૂકંપ આવતા જ ઘણી જગ્યાએ લોકો ઘરની બહાર આવી ગયા. સોશિયલ મીડિયા પર પણ લોકો ભૂકંપ અંગે જાણકારી આપી છે.
ભૂકંપનાં ઝટકાથી કોઇ જાન-માલનું નુકસાનનાં સમાચાર નથી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી છે. ભૂકંપનાં ઝટકા 10 સેકેન્ડ સુધી અનુભવ થયો હતો. યૂપીનાં બાગપાતમાં પણ ભૂકંપનાં ઝટકા અનુભવવામાં આવ્યા છે.