Trending Police Officers Reel: આજકાલ સોશ્યલ મીડિયા પર લોકો કેટલાય પ્રકારના રિલ્સ અને વીડિયો બનાવીને વાયરલ કરતાં રહે છે. આવામાં મોટાથી લઇને નાના અને છોકરા છોકરીએ પણ સામેલ હોય છે. આમાં કેટલાક વીડિયો એવા હોય છે જે ખુબ વાયરલ થઇ જાય છે, અને લોકોની વચ્ચે ખુબ લોકપ્રિય બની જાય છે. આવો જ એક વીડિયો અત્યારે ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં ત્રણ પોલીસકર્મીઓ એક ગીત પર રીલ રેકોર્ડ કરતા દેખી શકાય છે. 


ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ ઈન્સ્ટાગ્રામ રીલમાં ત્રણ પોલીસ કર્મચારીઓ જોવા મળી રહ્યા છે, જે બાદશાહના ટ્રેન્ડિંગ સૉન્ગને લિપ-સિંક કરી રહ્યા છે. વચ્ચે ઉભેલા પોલીસકર્મીનું નામ રવિરાજ બતાવવામાં આવી રહ્યું છે, જેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં પોલીસની વર્દી પહેરેલા આ ત્રણ કર્મચારીઓના એક્સ્પ્રેશન્સે લોકોના દિલ જીતી લીધા છે. લોકો આ વીડિયોને જોરદાર શેર પણ કરી રહ્યા છે. યૂનિફોર્મ પહેરેલા આ ત્રણ કર્મચારીઓના એક્સપ્રેશન્સ વીડિયોમાં જોવાલાયક છે.


વીડિયો જુઓ.... . 







ઉલ્લેખનીય છે કે, આ વીડિયો raviraj0639 નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યો છે. રવિરાજ નામના આ પોલીસ કર્મચારીનું ઈન્સ્ટા બાયૉ જોઇએ તો તે પોતાને એક્સ ટિકટૉકર બતાવી રહ્યો છે. આ ઈન્સ્ટાગ્રામ રીલ 14 એપ્રિલે શેર કરવામાં આવી છે, જેને અત્યાર સુધીમાં 72 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, વળી આ રીલને 6 લાખ 14 હજારથી વધુ લોકો લાઈક પણ કરી ચૂક્યા છે.