SCO summit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેમની ચીન મુલાકાતની છેલ્લી SCO બેઠકને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે આતંકવાદને વિશ્વ માટે ખતરો ગણાવ્યો હતો. પહેલગામ હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે તેને આતંકવાદનું સૌથી ખરાબ સ્વરૂપ ગણાવ્યું. મોદીએ કહ્યું કે ભારત છેલ્લા ચાર દાયકાથી આતંકવાદનો સામનો કરી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ પ્રશ્ન ઉઠાવ્યો કે, આતંકવાદને કેટલાક દેશોના ખુલ્લા સમર્થનને કેવી રીતે સ્વીકારવામાં આવી રહ્યું છે.અગાઉ, મોદી રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને મળ્યા હતા. ત્રણેય નેતાઓ એકબીજાના હાથ પકડીને જોવા મળ્યા હતા. આ દરમિયાન મોદીએ પુતિનને પણ ગળે લગાવ્યા હતા. SCO બેઠકમાં મોદી પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.
બેઠકમાં, પુતિને યુક્રેન મુદ્દે ભારતની પ્રશંસા કરી. તેમણે કહ્યું, "હું યુક્રેનમાં સંકટ ઉકેલવા માટે ભારતના પ્રયાસોની પ્રશંસા કરું છું." ફોટો સેશન પછી મોદી, પુતિન અને જિનપિંગ સાથે જોવા મળ્યા હતા. આ સમયે ત્રણેય ખૂબ જ હળવા અંદાજમાં જોવા મળ્યાં હતા
ત્રણેય પીએમ મોદી, જિનપિંગ અને પુતિન અહીં ખૂબ જ હળવા અંદાજમાં મળતાં જોવા મળ્યાં હતા.
પીએમ મોદીએ પુતિન અને મોદી એકબીજાને ગળે મળ્યા હતા આ સાથે ત્રણેય દોસ્તાના અંદાજમાં હસી મજાક સાથે વાતચીત કરતા જોવા મળ્યાં.
નવા વિશ્વ વ્યવસ્થા સાથે શું બદલાશે?
શાંઘાઈ સમિટમાં ચીન, રશિયા અને ભારતનું જોડાણ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની ચિંતામાં વધારો કરશે. ટ્રમ્પ ભારત અને વિશ્વના અન્ય દેશો પર જે રીતે બેદરકારીપૂર્વક ટેરિફ લાદી રહ્યા છે તેના કારણે ઘણા દેશો અમેરિકાની નીતિઓથી નારાજ છે. આવી સ્થિતિમાં, શું પીએમ મોદી, રાષ્ટ્રપતિ પુતિન અને શી જિનપિંગ એકસાથે આવીને ટ્રમ્પની દાદાગીરીને પડકારી શકે છે?
સોમવારે સવારે 11 વાગ્યે તિયાનજિનમાં મહાસત્તાઓની ભવ્ય બેઠક મળી હતી. આ સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રાષ્ટ્રપતિ પુતિન પીએમ મોદીની આસપાસ ઉભા છે. આ દરમિયાન, પીએમ મોદી મધ્યમાં ઘેરાયેલા છે. ત્રણેય રાષ્ટ્રના વડાઓ તેમના અનુવાદક સાથે હળવા અંદાજમાં વાત કરી રહ્યા છે. આ દરમિયાન, આ ત્રણેય નેતાઓની બોડી લેંગ્વેજ ખૂબ જ સકારાત્મક દેખાઈ રહી છે.
બેઠકની આ તસવીરો જાહેર કરતા, પીએમ મોદીએ તેમના X એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે. તેમણે લખ્યું છે, "તિયાનજિનમાં વાતચીત ચાલુ છે! SCO સમિટ દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન અને રાષ્ટ્રપતિ શી સાથે વિચારોનું આદાન-પ્રદાન."
બીજી પોસ્ટમાં, પીએમ મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથેની તેમની મુલાકાતની તસવીરો જાહેર કરી છે અને કહ્યું છે કે, રાષ્ટ્રપતિ પુતિનને મળવું હંમેશા આનંદદાયક હોય છે.
ચીનના તિયાનજિન શહેરમાં SCO સમિટ યોજાઈ રહી છે. શી જિનપિંગે SCO સમિટના ઉદઘાટન સમયે પ્રાથમિકતાઓ રજૂ કરી. તેમણે કહ્યું કે SCO દેશોની સંયુક્ત અર્થવ્યવસ્થા $30 ટ્રિલિયનની નજીક પહોંચી રહી છે અને આ સંગઠનનો વૈશ્વિક આર્થિક પ્રભાવ વધી રહ્યો છે.