આ પહેલા 26 જુલાઈએ લોકસભામાં બિલ પાસ થયું હતું. લોકસભામાં બિલની તરફેણમાં 303 અને વિરુદ્ધમાં 82 વોટ પડ્યા હતા. કોંગ્રેસ, ડીએમકે, એનસીપી, ટીડીપી અને જેડીયુ દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. હવે આ બિલને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ આ બિલ કાયદો બની જશે.
આ બિલ પાસ થયા બાદ હવે ત્રિપલ તલાકને બિનજામીનપાત્ર અપરાધ માનવામાં આવશે. સાથે જ તેના માટે 3 વર્ષની સજા અને દંડની જોગવાઈ આ બિલમાં સામેલ છે.
કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. બન્ને સદનોએ મુસ્લિમ મહિલાઓએ ન્યાય આપી છે. આ ટ્રાન્સફોર્મિંગ ભારતની શરૂઆત છે.
સત્તારુઢ એનડીએના સહયોગી દળ જેડીયુ અને AIADMKએ ત્રિપલ તલાક બિલનો વિરોધ કરતાં રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યુ હતું. તે સિવાય ટીઆરએસ, વાઈએસઆર કૉંગ્રેસ અને બીએસપીએ પણ સદનમાંથી વૉકઆઉટ કર્યું હતું.
કૉંગ્રેસ નેતા રાજ બબ્બરે કહ્યું કે હું માનું છું કે આ દેશની અંદર કોઈ પણ ફેમેલી લૉને લઈને મોટો ઝટકો છે. સિવિલ લૉને ક્રિમિનલ લૉ માં બદલવામાં આવ્યો છે. આ એક ઐતિહાસિક ભૂલ છે.