Triple Talaq Case: ઓડિશાના કેન્દ્રપારા જિલ્લામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ તેને પોતાની પત્નીને ગેરકાયદેસર રીતે છૂટાછેડા એટલે કે તલાક આપી દીધા છે. પીડિતા પત્નીએ આ અંગે ફરિયાદ પણ નોંધાવી હતી, જે પછી પોલીસે મુસ્લિમ મહિલા (લગ્ન પરના અધિકારોનું રક્ષણ) અધિનિયમ, આઈપીસી અને દહેજ નિવારણ અધિનિયમની કલમો હેઠળ કેસ નોંધીને, આ કેસમાં આરોપીની ધરપકડ કરી લીધી હતી.


માહિતી મુજબ, ઓડિશાના કેન્દ્રપારા જિલ્લાની 32 વર્ષીય મહિલાએ 1લી એપ્રિલે જ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ મહિલાના પતિએ તેને ગેરકાયદેસર રીતે તલાક આપી દીધા હતા. મહિલાનું કહેવું છે કે, જ્યારે તેને તેના પતિની સામે કબૂલાત કરી કે, તેને સાયબર ગુનેગારો દ્વારા 1.5 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે, ત્યારે તેના પતિએ તેને ત્રિપલ તલાક આપી દીધા હતા. 


સાયબર ફ્રૉડમાં 1.5 લાખ ગુમાવ્યા તો આપી દીધા તલાક  
દંપતીના લગ્ન 15 વર્ષ પહેલા લગ્ન થયા હતા, અને તેમને અત્યારે ત્રણ બાળકો પણ છે. પીડિતા પત્નીએ આરોપ લગાવ્યો છે કે, તેનો પતિ ગુજરાતમાં રહે છે અને જ્યારે તેને ખબર પડી કે તેણે સાયબર ફ્રૉડમાં 1.5 લાખ રૂપિયા ગુમાવ્યા છે, તો તેને 1લી એપ્રિલે ફોન પર તેને 'ત્રિપલ તલાક' આપી દીધા હતા. પત્નીએ ગેરકાયદેસર તલાક આપવાની સાથે દહેજ માટે ઉત્પીડનનો પણ આરોપ લગાવ્યો છે. જે બાદ પોલીસે આરોપી વિરુદ્ધ મુસ્લિમ મહિલા (લગ્નના અધિકારોનું રક્ષણ) એક્ટ કાયદા અને આઈપીસી અને દહેજ નિવારણ કાયદાની જુદીજુદી કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


2017 માં લાગ્યો હતો ત્રિપલ તલાક પર પ્રતિબંધ 
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટે 'ત્રિપલ તલાક' પર પ્રતિબંધ મુક્યો હતો. તે ઇસ્લામના પવિત્ર પુસ્તક કુરાનના મૂળભૂત સિદ્ધાંતો અને ઇસ્લામિક કાયદા શરિયતનું ઉલ્લંઘન કરતું હોવાનું કહીને કોર્ટે તેના પર પ્રતિબંધ મુક્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, જો કોઈ વ્યક્તિ 'ત્રિપલ તલાક' આપે છે તો તેને ત્રણ વર્ષ સુધીની જેલ થઈ શકે છે.