નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ એક થઈ ગયું છે. હેકરે કોવિડ-19 રિલીફ ફંડ માટે ડોનેશનમાં બિટકોઇનની માંગ કરી હતી. જોકે બાદમાં તરત જ બોગસ ટ્વીટ્સ ડિલીટ કરી દેવાયા હતા.

પ્રધાનમંત્રીની પર્સનલ વેબસાઇટ માટે ટ્વિટર એકાઉટ પર ક્રિપ્ટો કરન્સી સાથે જોડાયેલા ટ્વિટ કરવામાં આવ્યા હતા. જેમાં એક મેસેજમાં લખ્યું, હું તમને લોકોને અપીલ કરું છું કે કોવિડ-19 માટે બનાવવામાં આવેલા પીએમ મોદી રિલીફ ફંડમાં ડોનેટ કરો.

અન્ય એક ટ્વિટમાં હેકરે લખ્યું, આ એકાઉન્ટ જોન વિકએ હેક કરી લીધું છે. અમે પેટીએમ મોલ હેક નથી કર્યો. જોકે હાલ આ બોગસ ટ્વિટ ડિલીટ કરી દેવાયા છે.



પ્રધાનમંત્રી મોદીની પર્સનલ વેબાઇટનું જે વેરિફાઇડ ટ્વિટર એકાઉન્ટ છે તેમાં 25 લાખથી વધારે ફોલોઅર્સ છે.